- લાઈફ સ્ટાઈલ
» - ગુજરાતી રસોઈ
» - શાકાહારી વ્યંજન
મિક્સ વેજીટેબલ કચોરી
સામગ્રી - 1 વાડકી મેંદો, 1/2 વાડકી રવો, 1/2 ચમચી મીઠો સોડા, મીઠુ સ્વાદમુજબ, મોણ માટે તેલ, 1/2 વાડકી પૌઆ, 1/2 વાડકી છીણેલી ગાજર અને કોબીજ, ડુંગળી ઝીણી સમારેલી 1, 1/2 વાડકી મટરના દાણા, 1-1 ચમચી આદુ અને મરચાંનુ પેસ્ટ, 1 ચમચી લાલ મરચુ, 1 ચમચી સંચળ, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી વરિયાળી પાવડર, ઝીણા સમારેલા લીલા ધાણા. બનાવવાની રીત - મૈદો, રવાને ચાળીને તેમા મીઠુ, સોડા, મીઠુ અને મોણ નાખીને ગૂંથી લો. ગાજર, કોબીજમાં બાફેલા વટાણા અને બધી સામગ્રી મિક્સ કરી થોડુ પાણી નાખીને સારી રીતે મિક્સ કરો. મેદાના લૂઆ બનાવી તેમા તૈયાર કરેલુ થોડુ મિશ્રણ ભરી કચોરી બનાવો. એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં કચોરી કુરકુરી તળો. ધાણા અને આમલીની ચટણી સાથે સર્વ કરો.