મેક્સિકન ભેલ

નઇ દુનિયા|

N.D
સામગ્રી : ટાકો માટે - 1 કપ મકાઈનો લોટ, 1/2 કપ મેદો, 1 ટેબલ સ્પૂન તેલ, 1/2 ટી સ્પૂન મીઠુ, તેલ.

અન્ય સામગ્રી - 1 ટામેટું, 1 મોટી ડુંગળી, 1 કપ બાફેલુ બટાકુ, 2 ટેબલ સ્પૂન, લીલા ધાણા. 1/4 કપ લીલી ચટણી, 2 ટેબલ સ્પૂન આમલીની મીઠી ચટણી, સ્વાદમુજબ મીઠુ, વાટેલુ લાલ મરચું, સેકેલો જીરા પાવડર.

બનાવવાની રીત - ટાકો બનાવવા માટે મકાઈના લોટમાં મેદો અને મીઠુ મિક્સ કરો તેમા તેલ અને જરૂર મુજબ કુણું પાણી નાખીને કડક લોટ બાંધી લો. તેને ભીના કપડાંથી ઢાંકીને 1/2 કલાક મુકી રાખો. પછી વણીને ડાયમંડ શેપમાં કાપો અને ગરમ તેલમાં તળીને જુદુ મુકો. ડુંગળી, ટામેટુ, બટાકા ઝીણા સમારી લો. એક બાઉલમાં ટાકો હાથ વડે ચુરી લો. તેમા અન્ય બધી સામગ્રી મિક્સ કરીને તરત સર્વ કરો. આ મૈક્સિકન ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે ઈચ્છો તો ટાકો બનાવીને એયર ટાઈટ કંટેનરમાં અઠવાડિયામાં માટે રાખી શકો છો.


આ પણ વાંચો :