શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

સાબૂદાણાની પૂરી

N.D
સામગ્રી - એક વાડકી પલાળેલા સાબૂદાણા, 1 વાડકી સીંગાડાનો લોટ, બે બાફેલા બટાકા, બે ઝીણા સમારેલા લીલા મરચાં, થોડાક ઘાણા ઝીણા સમારેલા, સંચળ, કાળા મરીનો પાવડર, થોડુ તેલ.

બનાવવાની રીત - બટાકાને છોલીને સીંગોડાના લોટમાં મસળી લો. બાકીની બધી સામગ્રી પણ નાખી દો, અને સારી રીતે મિક્સ કરી પાણીથી લોટ બાંધો.

હવે હાથ પર પાણી લગાવીને નાના-નાના લૂઆ તોડીને પૂરીનો આકાર આપો. તવા પર તેલ લગાવીને પૂરીને પરાઠાની જેમ સેકી લો. ચાકૂ અથવા ધારદાર વસ્તુ વડે થોડા કાણા પાડો, જેથી પૂરી સારી રીતે સેકાય જાય.

ગરમા ગરમ પૂરી દહીં સાથે સર્વ કરો.