રીત: - પહેલા બટાટા, ફણસી અને વાલના દાણાને ધોઈ લો. બટાટા અને ફણસીને નાના ટુકડામાં સમારી લો. - નાના રિંગણને ધોઈને તેની ડાંડલી દૂર કરો, પછી વચ્ચેથી બે ભાગમાં ઊભા કાપી લો. - મેથીની ભાજીને પણ ધોઈને ઝીણી સમારી લો. લીલા ધાણાને પણ ધોઈની ઝીણા સમારી લો. - ડુંગળીને સ્લાઈસમાં સમારી લો. લીલા મરચાંના બીજ કાઢીને તેને પણ સમારી લો. - એક વાસણ અથવા તો હાંડીમાં તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી ઉમેરીને બ્રાઉન રંગની થાય ત્યા સુધી સાંતળો. - હવે તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરીને વધુ એક મિનીટ સુધી હલાવો. - તેમાં મીઠુ, લાલ મરચાંનો પાવડર અને હળદર ઉમેરો. - ત્યાર બાદ તેમાં મેથીની ભાજી ઉમેરીને 3-4 મિનીટ સુધી પાકવા દો. - હવે તેમાં સમારેલા શાકભાજી ઉમેરીને બરાબર હલાવો. - તેમાં એક કપ પાણી રેડીને શાકભાજી ચઢે ત્યા સુધી પાકવા દો. - જ્યારે શાકભાજી 3/4 ભાગના પાકી જાય ત્યારે તેમાં લીલા ધાણા અને લીલા મરચાં ઉમેરો. - પાણી બળી ન જાય ત્યા સુધી પકાવો.