ગુજરાતી બ્રેકફાસ્ટ : બ્રેડ પકોડા

Widgets Magazine


સામગ્રી - 6 સ્લાઈસ મોટી બ્રેડ, 250 ગ્રામ બેસન, 200 ગ્રામ બાફેલા બટાકા, લીલી ચટણી, મીઠું, મરચુ, અજમો, હિંગ, હળદર, લીલા મરચાં અને લીલા ધાણા સ્વાદ મુજબ. તળવા માટે તેલ.
bread pakora

બનાવવાની રીત - બેસનમાં મીઠુ અને થોડુક મરચું નાખીને પ્રમાણસર પાણી નાખી ભજીયા જેવુ ખીરુ તૈયાર કરી લો.

બટાકાનો મસાલો - બાફેલા બટાકાને મસળીને તેમા મીઠુ, સમારેલા મરચાં અજમો, હિંગ, હળદર, લીલા ધાણા નાખીને સારી રીતે મિક્સ કરી લો.

લીલા ધાણાની ચટણી - 100 ગ્રામ ધાણામાં બે ત્રણ લીલા મરચા, મીઠુ નાખીને લીલી ચટણી બનાવી લો.

હવે બ્રેડની બે સ્લાઈસ લો.. એક સ્લાઈસ પર તૈયાર બટાકાના મસાલાનુ પાતળુ પડ બીછાવી લો. અને બીજી બ્રેડની સ્લાઈસ પર લીલી ચટણી લગાવી દો. હવે આ બ્રે સ્લાઈસને એક પર એક મુકીને દબાવી દો. વચ્ચેથી કાપીને ત્રિકોણાકાર કરી લો.

હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો અને તૈયાર બ્રેડની સ્લાઈસને બેસનના ખીરામાં ડૂબાડીને તળી લો. આ રીતે બધી બ્રેડ તૈયાર કરો. આ ગરમા ગરમ બ્રેડ પકોડા સેંડવિચ ચા સાથે કે સોસ સાથે સર્વ કરો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ગુજરાતી રસોઇ

news

આ રીતે બનાવો મખાણાની જુદી જુદી રેસીપી

1. મખાનાને માખણમાં ફ્રાઈ કરી સૂપ સાથે ખાવાથી તેનો સ્વાદ અને ન્યૂટ્રીશિયંસ વધી જાય છે. ...

news

લીલા વટાણાની કચોરી

વટાણાની કચોરી સ્વાદિષ્ટ હોવાને કારણે દરેક ઘરમાં પસંદ કરવામાં આવે છે. આ ખૂબ જ હલકી હોય છે ...

news

આ દેશમાં બેન છે સમોસા

જે વસ્તુઓને તમે અને તમારા બાળકો ખૂબ પ્રેમથી ખાવ છો એ અનેક દેશોમાં બેન છે. જેની પાછળનુ ...

news

Gujarati Recipe - ગાજરનું અથાણું

અથાણું આપણા ખાવાનો સ્વાદ બમણો કરી દે છે. ગાજરનુ અથાણુ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સાથે જ આ ...

Widgets Magazine