Breakfast Recipe - ઘઉના લોટના ચીલા
Breakfast Idea: સવારે ઉઠવામાં મોડુ થઈ જાય તો 10 મિનિટમાં તૈયાર કરો આ હેલ્ધી નાસ્તો. આ નાસ્તો છે હેલ્ધી ચીલા. આ ચીલા બેસન કે રવાના નહી પણ લોટના છે. જેમા સારી માત્રામાં પ્રોટીન અને ફાઈબર હોય છે. બીજી બાજુ તેમા ઉમેરવામાં આવતી શાકભાજી તમારા ફુડમાં જરૂરી ખનીજ અને વિટામિન ઉમેરે છે. આવામાં સવારે તમે ફટાફટ ચીલા બનાવીને ખાઈ શકો છો.
લોટના ચીલા બનાવવા માટેની સામગ્રી -
લોટ
મીઠું
દહીં
ઓરેગાનો
આદુ
કેપ્સીકમ
ગાજર
બીંસ( વટાણા, તુવેર, મકાઈ વગેરે)
ડુંગળી
લીલું મરચું
તાજી સમારેલી કોથમીર
એક ચપટી હળદર
બનાવવાની રીત - લોટના ચીલા બનાવવા માટે તમારે સૌ પહેલા એક કપ લોટ લેવાનો છે. આ લોટમાં મીઠુ, હળદર અને દહી નાખીને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ જરૂર મુજબ પાણી નાખીને તેનુ સ્મુધ બૈટર તૈયાર કરી લો.
જ્યારે તેનુ બૈટર તૈયાર થઈ જાય તો અજમો, આદુ, લીલા મરચા અને બધા શાક તેમા નાખીને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તવાને ગેસ પર મુકીને ગરમ કરો.
જ્યારે તવો ગરમ થઈ જાય તો તેના પર સાધારણ તેલ લગાવી લો જેથી તવો ચિકણો થઈ જાય. ત્યારબાદ તવા પર મોટી ચમચીની મદદથી બૈટર નાખીને તેના ચીલા બનાવી લો. તેને બંને બાજુથી કુરકુરા થતા સુધી થવા દો. જ્યારે આ બની જાય ત્યારે લીલી ચટણી અને કૈચઅપ સાથે તેને સર્વ કરો.