શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 3 એપ્રિલ 2017 (15:41 IST)

આ રીતે તમે ચાઈનીઝ ફુડને ટેસ્ટી બનાવી શકો છો

ચાઈનીઝ ફુડના દિવાના છો અને ઘરમાં બાળકો અવાર-નવાર ડિમાંડ કરે છે પણ એવો ટેસ્ટ નથી મળતો જેવો બહારના ખાવામાં મળે છે તો આ ટિપ્સ અજમાવો... સ્વાદ વધી જશે.

ટિપ્સ 
 
- સૌ પહેલા એ વાતનું ધ્યાન રાખો કે ચાઈનીઝ ફુડ બનાવવા માટે હંમેશા ઝડપી ગેસનો ઉપયોગ કરો અને તેને સતત ચલાવતા રહો. 
- જો ફ્રાઈડ રાઈસ બનાવી રહ્યા છો તો તેને ખીલી જાય તેવા બનાવવા માટે ચોખાને બાફતી વખતે તેમા 2-3 ટીપા અથવા અડધી ચમચી લીંબૂનો રસ નાખો. 

- ચાઈનીઝ રાઈસને ખુશ્બુદાર બનાવવા માટે બાસમતી ચોખાનો ઉપયોગ કરો. 
- ચાઈનીઝનો સ્વાદ વધારવા સોયા, ચિલી, વિનેગર સાથે અજીનોમોટોનો ઉપયોગ કરો. 
- ઈંસ્ટેટ ચાઈનીઝ રાઈસ બનાવવા માટે બચેલા સફેદ ચોખામાં એક ચમચી તેલ, અડધી ચમચી મીઠુ અને ચપટી કાળા મરી નાખીને ગરમ કરી લો. 
- જો નૂડલ્સ બનાવતી વખતે ચોંટવા માંડે તો તેમા ચપટી ભરી મીઠુ અને તેલના થોડા ટીપા મિક્સ કરી લો. 
-જો નૂડલ્સને પૌષ્ટિક બનાવવા હોય તો તેમા સોયાના ક્રંચ ઉકાળીને કે તળીને નાખી દો. 
- નૂડલ્સમાં ડુંગળી અને બાકી શાકભાજીને પાતળી કાપીને પહેલા તેજ તાપમાં ફ્રાઈ કરો અને ત્યારબાદ નૂડસ્લ નાખો. 

- મનચુરિયન બનાવવા માટે શાકભાજીના મિશ્રણમાં પાણી ન નાખો. સમારેલી શાકભાજીમાંથી નીકળેલુ પાણી મનચુરિયન બનાવવા માટે પર્યાપ્ત છે. જો મિશ્રણ ખૂબ જ ટાઈટ છે અને લચીલુ નથી તો તેમા 1 કે 2 ચમચી જ પાણી નાખો. 
- ગ્રેવી બનાવવા માટે કોર્નફ્લોરવાળા પાણીનો ઉપયોગ શાકમાં કરો.