જાણો અમિતાભ બચ્ચન કયા શાકના દિવાના છે
અમિતાભ બચ્ચનને ભિંડાની શાક પસંદ છે. ઘણી ફિલ્મોમાં તેમનો ભિંડા પ્રેમ પણ જોવા મળ્યું છે. કારણકે તેને ભિંડાનું શાક બહુ પસંદ છે. તે સિવાય બૉલીવુડના શહંશાહ જલેબી અને ખીરના બહુ મોટા ફેન છે.
ભિંડાનું શાક
સામગ્રી
250 ગ્રામ ભિંડા સમારેલી
2 ડુંગળી સમારેલી
2 સમારેલા ટમેટા
અડધું કાચું નારિયેળ છીણેલું
2 ચમચી તેલ
એક નાની ચમચી આદું લસણ પેસ્ટ
અડધી ચમચી રાઈ અને જીરું
અડધી ચમચી હળદર પાવડર
2 નાની ચમચી લાલ મરી પાવડર
મીઠું સ્વદ પ્રમાણે
વિધિ-
- સૌ પહેલા ભિંડાને ધોઈને સૂકા કપડાથી લૂંછીને કાપી લો. ચીરા ન લગાવો( ગોળ-ગોળ)
- હવે મધ્યમ તાપમાં એક કડાહીમાં તેલ નાખી ગરમ થવા માટે મૂકો જ્યારે તેલ ગરમ થઈ જાય તો તેમાં ભિંડાને નાખી સોનેરી થતા સુધી ફ્રાઈ કરી લો.
- ભિંડાને એક જુદી પ્લેટમાં કાઢી લો.
- વધેલા તેલમાં રાઈ-જીરું નાખો. તડકયા પછી તેમાં ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી શેકવું.
- ત્યારબાદ તેમાં નારિયેળ, આદું-લસણ પેસ્ટ, ટમેટા, હળદર, મરચું પાવડર અને મીઠું નાખી સારી રીતે શેકી લો.
- મસાલા શેકાય પછી તેમાં ભિંડાને નાખી સારી રીત મિક્સ કરો. 2-3 મિનિટ સુધી રાંધ્યા પછી તાપને બંદ કરી નાખો.
- તૈયાર છે મસાકા ભિંડાને ગરમાગરમ રોટલી કે પછી પરાંઠા સાથે સર્વ કરો.