બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: ગુરુવાર, 20 એપ્રિલ 2017 (06:47 IST)

ઝટપટ ખમણ

સામગ્રી - ચણાનો લોટ 150 ગ્રામ/1 કપ, 1 કપ પાણી, 1/2 ટી સ્પૂન લીંબુના ફૂલ, 1/2 ટેબલ સ્પૂન ખાંડ. 1 ટી સ્પૂન આદું-મરચાની પેસ્ટ, તલ અને હીંગ, 1/2 ટી સ્પૂન ખાવાનો સોડા 1 ચપટી હળદરમીઠું સ્વાદ મુજબ. 

 
વઘાર માટે : તેલ - ચાર ચમચી, રાઈ અડધી ચમચી, સૂકા લાલ મરચા, લીમડો, હિંગ-ચપટી, અડધો કપ પાણી, એક ચમચી ખાંડ, લાલ મરચું - એક ચમચી, સમારેલા ધાણા.
 
બનાવવાની રીત : હવે એક પહોળા વાસણમાં પાણી લઈને  તેમાં લીંબુના ફૂલ, મીઠું અને ખાંડ ઓગાળો. તેમાં ધીમે-ધીમે ચણાનો લોટ નાખીને હલાવી લો. ત્યારપછી તેમાં આદુ-મરચાની પેસ્ટ અને હળદર ઉમેરીને બરાબર મિક્સ કરો. પછી તેમાં ઇનો નાખીને હલાવો જેથી ખીરુ ફૂલી જશે. આ મિશ્રણને હલાવતા-હલાવતા ખમણના સાંચામાં તેલ લગાવી પાથરી દેવુ. એક કઢાઈમાં અથવા કૂકરમાં પાણી ઉકાળવા મુકવુ. ખમણની થાળી મુકી 15 મિનિટ થવા દેવુ. પછી ખમણ ઠંડા થયા બાદ પીસ કરવા કઢાઈમં તેલ ગરમ કરી તેમાં રાય કકડાવવી ત્યાર બાદ હિંગ તથા લીમડો અને સુકા મરચાં. તલ અને હીંગ ઉમેરો અને થાળીમાં તૈયાર ખમણ ઉપર આ વઘાર રેડી દો. તૈયાર છે ટેસ્ટી ઝટપટ ખમણ