ગુજરાતી હેલ્ધી નાસ્તો - બટાકા પૌઆ

સોમવાર, 11 જૂન 2018 (15:11 IST)

Widgets Magazine
potato poha

સામગ્રી - જાડા પૌઆ - 250 ગ્રામ, સમારેલા બટાકા/બાફેલા બટાકા-1/2 કપ, ડુંગળી ઝીણી સમારેલી - 1/2 કપ, બે ચમચી તેલ, રાઈ - 1/2 ચમચી, જીરું - 1/2 ચમચી,  હિંગ - 1 ચપટી મીઠું - સ્વાદાનુસાર, હળદર - 1/2 ચમચી, સમારેલા મરચા - 4, લીંબુનો રસ - 2 ચમચી, ખાંડ - દોઢ ચમચી અને સમારેલ કોથમીર - દોઢ ચમચી. 
દુધ - 2 ચમચી
 
બનાવવાની રીત -  પૌઆને એક ચારણીમાં ધોઈ લેવા, ત્યારબાદ એક વાસણમાં તેલ ગરમ કરવું, તેમાં રાઈ નાખવી. રાઈ તતડે એટલે જીરું અને હિંગ નાખવા, પછી તેમાં સમારેલ ડુંગળી નાખી એકાદ મિનીટ સાંતળી લેવી. બાદમાં સમારેલ બટાકા ઉમેરવા, મીઠું અને હળદર નાખી બે ચમચી પાણી છાંટી ઢાંકી ધીમા તાપે બટાકા પકાવવા, (બાફેલા બટાકા હોય તો તેમાં પાણી નાખવાની જરૂર નથી, ડાયરેક્ટ વઘારવા)  બટાકા પાકી જાય પછી ધોયેલ પૌઆ અને સમરેલા મરચા જરૂર પડે તો મીઠું, લીંબુનો રસ અને ખાંડ નાખવા, બધું સારી રીતે મિક્સ કરવું, એકાદ મિનીટ ધીમા તાપે પકાવી, સમારેલ કોથમીર નાખી હલાવીને  ગેસ બંધ કરવો, સમારેલ કોથમીર વડે સજાવવા, સજાવવા દાડમના દાણા અને લીંબુની ફાડ પણ મૂકી શકાય.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

ગુજરાતી હેલ્ધી રેસીપી - પુડલા

સામગ્રી - ૨૦૦ ગ્રામ ચણાનો લોટ, એક ચમચી લસણની પેસ્‍ટ, એક ચમચી આદુની પેસ્‍ટ, એક ચમચી અજમો, ...

news

આ છે મકાઈના ભજીયા બનાવવાની વિધિ

સ્નેક્સમાં ઝટપટ બનાવીને કઈક ખવડાવવા છે તો મકાઈના ભજીયા જરૂર બનાવો. તેનો સ્વાદ ખૂબ જ સરસ ...

news

ગુજરાતી વાનગી - સ્વાદિષ્ટ બટાકા ચણા ચાટ

ગુજરાતી વાનગી - સ્વાદિષ્ટ બટાકા ચણા ચાટ

news

આ છે સરસ ચા બનાવવાના ટિપ્સ

- દૂધ અને પાણી સમાન માત્રામાં લેવું જોઈએ.

Widgets Magazine