ભાતના મુઠિયા

કલ્યાણી દેશમુખ 

Widgets Magazine

 
સામગ્રી - ભાત એક વાડકો, કણકી કોરમાંનો લોટ( કણકી કોરમાનો લોટ ન હોય તો જાડો લોટ, રવો, મકાઈનો લોટ અને થોડો ઘઉનો લોટ પણ લઈ બધુ પ્રમાણસર લેવુ)  એક વાડકો, આદુ મરચાંનુ પેસ્ટ બે ચમચી, દહીં અડધો કપ, ખાંડ બે ચમચી, સમારેલા ધાણા એક કપ, મીઠુ સ્વાદ મુજબ, મરચુ એક ચમચી, હળદર.
bhaat na muthiya

કણકી કોરમાંના લોટ માટે - 1 કિલો ચોખા, 100 ગ્રામ ચણાની દાળ, 100 ગ્રામ તુવેરની દાળ ને 100 ગ્રામ મગ દાળ નાખીને કકરો લોટ દળાવી મુકો.

વધાર માટે - બે ચમચી તેલ, રાઈ, તલ અને કઢી લીમડો.

રીત - ભાત અને કણકી કોરમાનો લોટ ભેગા કરો, હવે તેમાં આદુ મરચાંનુ પેસ્ટ, દહી, ખાંડ, મીઠુ, મરચું, ધાણા, હળદર વગેરે નાખીને ઢીલો લોટ બાંધી લો. હવે આના મુઠિયા વાળી લો. એક તપેલામાં પાણી ઉકાળો, તેમા ચારણી મુકી તેની પર આ મુઠિયા મુકીને બાફી લો.

બાફેલા મુઠિયાને ઠંડા થવા દો, ઠંડા થયા પછી કાપી લો. એક કઢાઈમાં બે-ત્રણ ચમચી તેલ તપાવી લો, તેમાં રાઈ, તલ, કઢી લીમડો તતડાવી આ મુઠિયા વધારી લો. થોડા કુરકુરા થવા દો. વચ્ચે વચ્ચે હલાવતાં રહો. આ મુઠિયાને સોસ સાથે પરોસો.

આ મુઠિયા રાતના વધેલા ભાતના પણ બનાવી શકાય છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ભાતના મુઠિયા ગુજરાતી વાનગી ગુજરાતી રેસીપી ટેસ્ટી વાનગીઓ વાનગીઓ બનાવવાની રીત શાકાહારી વાનગીઓ મીઠાઈઓ માંસાહારી વાનગી. વેજીટેરિયન રેસીપી નોનવેજ રેસીપી Khaman Pulav Rice Muthiya Gujarati Recipe Holi Pakwan.biryani All Gujarati Recipe Undhiyu. Gujarati Veg Nonveg Recipe Diffrent Type Of Cakes. Gujarati Cake Reciep Gujarati Recipe.diffrent Type Of Cakes. Gujarati Cake Reciep Undhiyu. Gujarati Veg Nonveg Recipe.gooseberry Pickle Recipe Gujarati Recipe.sharbat Peena

ગુજરાતી રસોઇ

news

આ રીતે બનાવો મખાણાની જુદી જુદી રેસીપી

1. મખાનાને માખણમાં ફ્રાઈ કરી સૂપ સાથે ખાવાથી તેનો સ્વાદ અને ન્યૂટ્રીશિયંસ વધી જાય છે. ...

news

લીલા વટાણાની કચોરી

વટાણાની કચોરી સ્વાદિષ્ટ હોવાને કારણે દરેક ઘરમાં પસંદ કરવામાં આવે છે. આ ખૂબ જ હલકી હોય છે ...

news

આ દેશમાં બેન છે સમોસા

જે વસ્તુઓને તમે અને તમારા બાળકો ખૂબ પ્રેમથી ખાવ છો એ અનેક દેશોમાં બેન છે. જેની પાછળનુ ...

news

Gujarati Recipe - ગાજરનું અથાણું

અથાણું આપણા ખાવાનો સ્વાદ બમણો કરી દે છે. ગાજરનુ અથાણુ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સાથે જ આ ...

Widgets Magazine