શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 21 નવેમ્બર 2016 (17:07 IST)

આમળાનુ શાક

આમળાના મુરબ્બો અને ચટણી તમે ખૂબ ખાધી હશે પણ જો તમારે કંઈક નવુ ટ્રાય કરવુ હોય તો  આમળાનુ શાક બનાવો. ઓછા સમયમાં બનનારી આ રેસીપી તમારા મોઢાનો સ્વાદ બદલી નાખશે. 
સામગ્રી - 200 ગ્રામ બેસન, 4-5 લીલા મરચા, 4-5 કળી લસણ, આદુની ગાંઠ ઝીણી સમારેલી.. 10-15 કળી સૂકા આમળા, 250 ગ્રામ ડુંગળી.  1 ચમચી લાલ મરચુ, 1 ચમચી સુકા ધાણા, 1 ચમચી હળદર, 2 ચમચી મોણ માટે તેલ, 1/2 ચમચી વરિયાળી, જીરુ અજમો. 
સ્વાદમુજબ મીઠુ, ગરમ મસાલો.  તળવા માટે તેલ 
 
બનાવવાની રીત - સૌ પહેલા 10-15 સુકા આમળાને ગરમ તેલમાં તળી લો.  જ્યારે આમળા ઠંડા થાય ત્યારે તેને મિક્સરમાં વાટી લો.  હવે આમળા અને બેસન સાથે મેળવીને ચાળી લો. 
- તેમા બધી સામગ્રીની અડધી સામગ્રી ડુંગળી, લીલા મરચા આદુ લસણ વરિયાળી અજમો લાલ મરચુ સ્વાદમુજબ મીઠુ, મોણ માટે બે ચમચી તેલ વગેરે બધી સામગ્રી નાખીને લોટ બાંધી લો. 
- તેલ ગરમ કરીને બાંધેલા લોટના ગોળ ચપટા શક્કરપારા બનાવીને તળી લો. 
- સોનેરી થાય ત્યારે કાઢી લો. 
 
ગ્રેવી માટે 
 
- સૌ પહેલા  કડાહીમાં બે મોટી ચમચી તેલ નાખીને ગરમ કરો. 
- પછી તેમા જીરુ તમાલપત્ર અને બચેલી બધી સામગ્રી (આદુ લસણ લીલા મરચા ડુંગળી) નાખીને સોનેરી થતા સુધી સેકો. 
- પછી તેમા એક એક ચમચી સૂકા ધાણા લાલ મરચુ હળદર નાખીને સેકો. 
- જ્યારે મસાલા તેલ છોડવા લાગે તો અડધો લીટર પાણી નાખીને થોડુ ઉકાળો. પછી તેમા આમળાના શક્કરપારા નાખો. 
- તેને 15-20 મિનિટ સુધી સીઝવા દો. પછી ગરમ મસાલો અને લીલા ધાણા નાખીને ગરમાગરમ પરાઠા સાથે સર્વ કરો.