ડુંગળી કાચી કેરી, કોથમીર અને મરચાનો કંચુબર સ્વાદની સાથે વધારશે ઈમ્યુનિટી
અત્યારે કોરોના સંક્રમણ દરેક બાજુ ફેલાયેલો છે અને કોરોના તમારા પર પણ ભારે પડી શકે છે. જ્યારે તમારી ઈમ્યુનિટી નબળી હોય. તેથી ગરમીના દિવસોમાં ડુંગળી અને કાચી કેરીનો આ કંચુબર તમારી ઈમ્યુનિટી વધારવામાં મદદગાર સિદ્ધ થશે. આવો જાણીએ કચુંબરની સામગ્રી અને સરળ વિધિ
સામગ્રી- 1 મોટા આકારની કેરી, એક મોટી ડુંગળી, 1 લીલા મરચાં, 1/2 ચમચી લાલ મરચાં પાઉડર, 1/2 ચમચી સંચણ, 1/2 ચમચી જીરું પાઉડર, મીઠુ સ્વાદ પ્રમાણે, થોડો કોથમીર સમારેલું
વિધિ- કેરીને છીલીને નાના-નાના ટુકડામાં કાપી લો. હવે ડુંગળી, લીલા મરચાંને ઝીણું સમારી લો. હવે એક બાઉલમાં સમારેલી કેરી, ડુંગળી, લીલા મરચાં નાખી દો. ઉપરથી લાલ મરચાં પાઉડર, શેકેલું જીરું પાઉડર, સંચણ અને મીઠુ સ્વાદપ્રમાણે નાખી સારી રીતે મિક્સ કરી લો. હવે સમારેલું કોથમીર મિક્સ કરો. લો તૈયાર છે ઈમ્યુનિટી વધારતો સ્વાદિષ્ટ કચુંબર.