સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 29 એપ્રિલ 2024 (09:39 IST)

Misal Pav- મિસળ પાવ બનાવવાની રીત

misal pav
પાવ- 2
ફણગાવેલી મગની દાળ અથવા મૂઠ - 2 કપ
આમલીનો પલ્પ- 1 ચમચી
લાલ મરચું પાવડર - સ્વાદ મુજબ
હીંગ - 1 ચપટી
જીરું - 1 ચમચી
રાઈ - 1 ચમચી
બટેટા- 1 બારીક સમારેલ
ડુંગળી- 1-2 બારીક સમારેલી
તેલ - 2 ચમચી
લીલા મરચા - 1-2 બારીક સમારેલા
ધાણા પાવડર - 1 ચમચી
જીરું પાવડર - 1 ચમચી શેકેલું
ટામેટા - 1 નાના ટુકડા કરો
લીમડા – 12 બારીક સમારેલા
ગરમ મસાલો - 1 ચમચી
ખાંડ - 1 ચમચી
મીઠું - સ્વાદ મુજબ
પાણી - 2 કપ
 
ગાર્નિશ કરવા માટે
ડુંગળી – બારીક સમારેલી
સેવ- 
કોથમીર બારીક સમારેલી 
લીંબુ - 1 ઝીણું સમારેલું
મિસલ પાવ બનાવવાની રીત
મિસલ પાવ બનાવવાની ટિપ્સ
 
ઘરે મિસલ પાવ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં 2 કપ ફણગાવેલી મગની દાળ અથવા મૂઠ નાખો. પછી તેમાં બારીક સમારેલા બટેટા, હળદર, મીઠું, લાલ મરચું પાવડર નાખીને મિક્સ કરો.
તેમજ તેને બીજા વાસણમાં નાખીને બધી વસ્તુઓને ઉકળવા માટે રાખો. બધી સામગ્રી બરાબર ઉકળે એટલે ગેસ બંધ કરી દો. આ સમય દરમિયાન, એક કડાઈમાં તેલ ગરમ કરો, પછી હિંગ ઉમેરો.
હિંગ સાથે જીરું ઉમેરો. ત્યાર બાદ તેમાં સમારેલી ડુંગળી, લસણ-આદુની પેસ્ટ, ટામેટા અને લીલા મરચા ઉમેરીને બરાબર ફ્રાય કરો. હવે તેમાં બાફેલા બટેટા ઉમેરીને તેને ફ્રાય કરો, પછી તેમાં મૂઠ નાખીને તેને રાંધવા માટે છોડી દો.
મૂઠ ઉમેરો અને આમલીનો પાણી નાખો અને સારી રીતે મિક્સ કરો.
હવે એક નોન-સ્ટીક તવાને ગેસ પર ગરમ કરવા રાખો. પછી પાવની ચારે બાજુ બટર સારી રીતે લગાવો.
પાવને સારી રીતે બેક કરો તેના પર બટર લગાવવાથી પાવ ક્રિસ્પી બને છે અને તેનો સ્વાદ વધે છે.
હવે તેને પ્લેટમાં કાઢીને લીલી ચટણી અને સલાદ સાથે સર્વ કરો.

Edited by- Monica sahu