1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : મંગળવાર, 17 ઑક્ટોબર 2023 (09:51 IST)

Panchamrit Recipe: નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીને પંચામૃત ચઢાવો, આ રીતે તૈયાર કરો પ્રસાદ.

Panchamirt
તેથી, દેવી માતાની પૂજા કર્યા પછી, તમે તેમને શુદ્ધ પંચામૃત (પંચામૃત ભોગ રેસીપી) આપીને પ્રસન્ન કરી શકો છો. ભક્તો નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાની પૂજા કરે છે અને દરરોજ તેઓ દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરે છે અને તેમને ભોજન વગેરે અર્પણ કરે છે.
 
પંચામૃત ધાર્મિક અને આરોગ્યની દ્ર્ષ્ટિથી ખૂબ ફાયદાકારી ગણાય છે. હિંદુ ધર્મના મુજબ પંચામૃત કોઈ પણ પ્રકારની પૂજા માટે શુભ ગણાય છે. આ પવિત્ર જળના મિશ્રણનો ઉપયોગ દેવતાઓની મૂર્તિઓને સ્નાન કરાવવા માટે પણ કરાય છે. આટલુ જ નહી આ બધા આરાધ્ય દેવોના ભોગના રૂપમાં ચઢાવાય છે.  આરોગ્ય અને શ્રદ્ધાથી ભરપૂર પંચામૃત અને શું છે તેનો મહત્વ અને આરોગ્ય માટે ફાયદા
 
 
પંચામૃત બનાવવા માટે સામગ્રી 
- ગાયનો દૂધ- 1 ગિલાસ 
- ગાયનો દહીં - 1 ગિલાસ 
- ગાયનો ઘી- 1 ચમચી 
- મધ- 3 ચમચી 
- શાકર કે ખાંડ- સ્વાદ પ્રમાણે 
- સમારેલા તુલસીના પાન 
- સમારેલા મખાણા અને ડ્રાઈ ફ્રૂટસ 
 
પંચામૃત બનાવવાની વિધિ- 
પંચામૃત બનાવવા માટે સૌથી પહેલા દહીં, દૂધ, મધ, ઘી અને ખાંડને એક વાસણમાં નાખી સારી રીતે  મિક્સ કરી લો. તમે ઈચ્છો તો તેને મિક્સરમાં પણ એક વાર ઘુમાવી શકો છો.