મંગળવાર, 11 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : ગુરુવાર, 29 ઑગસ્ટ 2024 (18:18 IST)

ગુજરાતી રેસીપી- 10 મિનિટમાં બનશે આ ક્રિસ્પી પનીર ચિલ્લા

Paneer chilla
બેસનનો ગરમગરમ ચિલડા ચા સાથે કોને નથી ભાવે.હવે પનીર સાથે આપો તેને એક જુદો સ્વાદ. સાચે બધાને પસંદ આવશે અને તમે બની જશો કિચન ક્વિન 
સામગ્રી- 
1 કપ બેસન(ચણાનો લોટ) 
એક ચોથાઈ નાની ચમચી અજમા 
અડધા કપ ડુંગળી સમારેલી 
અડધા કપ ટમેટા સમારેલા 
અડધા નાની ચમચી કાળી મરી પાવડર 
1 મોટી ચમચી કોથમીર 
2 ચમચી પનીર 
1 ચમચી માખણ 
1 મોટી ચમચી લીલા મરચા સમારેલા 
મીઠું સ્વાદપ્રમાણે 
પાણી જ્રૂર મુજબ 
 
વિધિ- એક મોટા વાસણમાં બધી સામગ્રીઓને નાખી એક સાથે ખીરું તૈયાર કરી લો. સમારેલી સામગ્રીને થોડીક જુદી રાખી લો. 
- ધીમા તાપ પર એક નૉન સ્ટિક તવા પર થોડું ઘી નાખી એક વાટકી કે ચમચાથી ખીરુંને ફેલાવો. 
- જેમ જ ચિલડા થોડુક થાય તો તેના પર સમારેલા   ડુંગળી, ટમેટા, લીલા મરચા, કોથમીર અને છીણેલું પનીર છાંટો કે નાખવું. 
- ચિલડા ને પલટીને સોનેરી થવા સુધી બન્ને સાઈડથી શેકવું. 
- બેસન પનીર ચિલડો તૈયાર છે. લીલી ચટણી સાથે સર્વ કરો.