ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : ગુરુવાર, 22 ઑગસ્ટ 2024 (15:04 IST)

પાતરા બનાવવાની રીત

પાતરા એક ગુજરાતી નાશ્તો છે જેને ખાતા જ તમે વધારે ખાવાની ઈચ્છા જાહેર કરશો.  આ બહુ વધારે પૌષ્ટિક હોય છે. આવો જાણીએ આ સ્વાદિષ્ટ રેસીપી વિશે 
 
તૈયારીમાં સમય- 10 મિનિટ 
રાંધવામાં સમય- 25 મિનિટ 
સામગ્રી- 
10 નંગ અળવીના પાન
 
પેસ્ટ માટે - 
3 કપ ચણાનો લોટ
1  ચમચી આદુમરચાની પેસ્ટ
1  ચમચી હળદર
1 ચમચી લાલ મરચું
1/2 ચમચી હિંગ
સ્વાદ અનુસાર મીઠું
3/4 ગોળ 
1 લીંબુ
2  ચમચી તેલ 
વઘાર માટે - 3 ચમચા તેલ , રાઇ ,તલ ,લીમડો , લીલા મરચાના ટુકડા , થોડી કોથમરી ,હિંગ
 
ગાર્નિશ માટે- છીણેલું નારિયલ  , કોથમીર 
 
બનાવવાની રીત 
 
- સૌથી પહેલા એક વાડકામાં પેસ્ટ માટે તેમાં  આદુ મરચાની પેસ્ટ ,ગોળ  ,હળદર ,લાલમરચું ,હિંગ ,સ્વાદ અનુસાર મીઠું, ૨ ચમચી તેલ ,૧ લીંબુ નો રસ નાંખી ને થોડું પાણી નાંખી ને  ખીરું  તૈયાર કરો .પછી એને સાઈડમાં મૂકી દો. 
- પછી અમે અળવીના પાનને સારી રીતે ધોઈને લૂંછી લો. પાનના ઠૂંઠાને કાપી દો. 
- હવે પાનની અંદરની તરફ તૈયાર પેસ્ટ લગાવો અને પૂરા પાન પર ફેલાવો. 
- આ રીતે એક બીજું પાન રાખો પછી તેના પર પેસ્ટ લગાડો. 
- પછી આ રીતે ત્રીજા પાન રાખો અને પેસ્ટ લગાડો. 
- પછી આ રીતે ત્રણે પાન પર પેસ્ટ લગાડી બીજી તરફથી સારી રીતે રોલ કરો. આ રીતે પાતરાનો રોલ તૈયાર છે 
- વરાળમાં 20-25 મિનિટ સુધી બાફો. 
પછી તાપને બંદ કરી કાઢી લો. હવે આ ઠંડા થયા પછી એને 1/4 ઈંચના ટુકડામાં કાપી  લો. 
- હવે કઢાહીમાં તેલ ગરમ કરી એમાં રાઈ નાખો પછી તલ અને હીંગ નાખી શેકો. 
- હવે એમાં કાપેલા પાતરાના ટુકડા નાખી ધીમા પાર પર શેકો અને ગાર્નિશ કરી તરત જ સર્વ કરો.