ફરાળી વાનગી - બટાકાની ખીચડી
વ્રતમાં મોટાભાગે એ પ્રશ્ન ઉભો થાય છે કે શુ ખાવુ જોઈએ. આ સવાલના જવાબમાં અમે તમને સ્વાદિષ્ટ રેસીપી બટાકાની ખીચડી બનાવતા શીખવીશુ.
સામગ્રી - 4 બટાકા, 2 લીલા મરચા ઝીણા સમારેલા, 1.5 ચમચી લીંબૂનો રસ, 1/4 કપ મગફળીના દાણા સેકેલા એક ચમચી જીરુ, 4 પાન કઢી લીમડો, સ્વાદમુજબ સેંધાલૂણ એક ચમચી ખાંડ, લીલા ધાણા ઝીણા સમારેલા, ઘી કે તેલ.
બનાવવાની રીત - બટાકાને છોલીને ધુવો અને છીણી લો, પછી તેમા પાણીમાં નાખી મુકો જેથી તે કાળા ન પડે.
- હવે બટાકાનુ બધુ પાણી નિતારી તેને નિચોવીને જુદા મુકી દો.
- પછી પૈનમાં ઘી કે તેલ નાખીને ગેસ પર ગરમ કરવા મુકો.
- ઘી માં જીરુ નાખીને ધીમા તાપ પર ફ્રાઈ કરો.
- જ્યારે જીરુ તતડવા માંડે તો તેમા કઢી લીમડાના કેટલાક પાન નાખીને ફ્રાઈ કરો.
- પછી પેનમાં બટાકા અને મીઠુ નાખીને ચમચીથી હલાવતા મિક્સ કરો.
- ત્યારબાદ ધીમો તાપ કરીને પેનને ઢાંકી દો. અને 10 મિનિટ સુધી બટાકાને બફાવા દો.
- બટાકાને હલાવતા રહો જેથી તે ચોંટે નહી.
- જ્યારે બટાકા બફાય જાય તો ઢાકણ હટાવીને તેમા લીલા મરચા, લીંબૂનો રસ, મગફળી અને લીલા ધાણા નાખીને મિક્સ કરો. તેને 2 મિનિટ ધીમા તાપ પર થવા દો.
- ત્યારબાદ ખાંડ નાખીન એક મિનિટ થવા દો પછી ગેસ બંધ કરો. તૈયાર ગરમા ગરમ બટાકાની ખિચડી સર્વ કરો.