શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શુક્રવાર, 28 જૂન 2024 (15:02 IST)

હેલ્ધી રેસીપી - કારેલાનુ શાક, આવી રીતે બનાવશો ભરેલા કારેલા તો નહી ખાનારા પણ ખાશે

stuffed karela
stuffed karela
કારેલા એવુ શાક છે જેનો સ્વાદ જલ્દી કોઈને ભાવતો નથી. પણ તેનુ શાક આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે. 
કારેલા એવુ શાક છે જેનો સ્વાદ જલ્દી કોઈને ગમતો નથી. પણ તેનુ શાક આરોગ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે.  કારેલામાં એવા પોષક તત્વો જોવા મળે છે જે ડાયાબિટીઝના દર્દીઓ માટે લાભકારી છે.. જો તમારા ઘરના બાળકો પણ કારેલાનુ શાક નથી ખાતા તો તમે થોડી અલગ સ્ટાઈલથી તેને બનાવી શકો છો. ભરેલા કારેલાની રેસીપી લગભગ દરેકને પસંદ હોય છે.  સાથે જ તેને તમે એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો. ચાલો જાણીએ ભરેલા કારેલાની રેસીપી 
 
ભરેલા કારેલા બનાવવા માટે સામગ્રી -  Ingredients for making stuffed bitter gourd
 
5-6 કારેલા, 1 છીણેલી ડુંગળી, 1 સ્પુન આમચૂર પાવડર, 1 ચમચી સેકેલુ જીરુ પાવડર, 1 ચમચી વરિયાળી પાવડર, અડધી ચમચી લાલ મરચાનો પાવડર, અડધી સ્પૂન હળદર પાવડર, 1 સ્પૂન ધાણા પાવડર, એક પિંચ હિંગ, મીઠુ સ્વાદમુજબ, તળવા માટે તેલ. 
 
ભરેલા કારેલા બનાવવાની રેસીપી -  Recipe for making stuffed bitter gourd 
 
સ્ટેપ 1: ભરેલા કારેલા બનાવવા માટે, પહેલા કારેલાને છોલી લો અને પછી તેને ધોઈ લો, વચ્ચેથી કટ કરો અને બીજ કાઢી લો. હવે કારેલા પર મીઠું લગાવીને 3 કલાક મુકી રાખો,  આમ કરવાથી કારેલાની કડવાશ દૂર થઈ જાય છે.
 
સ્ટેપ 2 : હવે આપણે કારેલાનો મસાલો તૈયાર કરીશું. કડાઈમાં તેલ મૂકી તેમાં ડુંગળી સાંતળો. ડુંગળી બ્રાઉન થાય એટલે તેમાં હળદર, ધાણા પાવડર, હિંગ, જીરું, વરિયાળી, લાલ મરચું પાવડર અને મીઠું નાખો. હવે તેમાં સૂકો આમચૂર નાખી હલાવો અને 1 મિનિટ પછી ગેસ બંધ કરી દો.
 
સ્ટેપ 3: હવે મીઠું ચડાવેલા કારેલામાંથી બધુ જ પાણી કાઢી લો. તે પછી, કારેલાને કાપેલી જગ્યાએથી ખોલો અને તૈયાર મસાલાથી ભરો. બધા કારેલાને આ જ રીતે ભરીને બાજુ પર રાખો.
 
સ્ટેપ 4 : હવે પેનમાં તેલ નાખો અને તેમાં કારેલા નાખીને ફ્રાય કરો. કારેલા  સંપૂર્ણપણે રંઘાય જાય  આવે ત્યાં સુધી ફ્રાય કરો. બધા કારેલા લગભગ 20 મિનિટમાં થઈ જશે
 
સ્ટેપ 5: તમારા  સ્ટફ્ડ કારેલા તૈયાર છે તમે દાળ અથવા રોટલી સાથે તેને એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો.