શીતળા સાતમ રેસીપી - ફણગાવેલા મઠનું શાક (વહીડાનું શાક)
સામગ્રી - 250 ગ્રામ મગ, 200 ગ્રામ મઠ, તેલ મરચુ હિંગ, જીર, હળદર 4 ચમચી, લીંબુનો રસ 2 ચમચી, મીઠુ સ્વાદ મુજબ, રાઈ ખાંડ. લીલા ધાણા. સમારેલી ડુંગળી 2,
બનાવવાની રીત - સૌ પ્રથમ મગ અને મઠને સાફ કરી તેને રાત્રે સાધારણ ગરમ પાણીમાં જુદા જુદા પલાળી મુકો. સવારે ચાયણીમાં નાખી પાણી નિતારી દો. અને તેમને ભેગા કરી એક કોટનના કપડામાં બાંધીને એક તપેલીમાં મુકી તેને એ રીતે ઢાંકો જેમાથી બિલકુલ એયર પાસ ન થાય. સાંજે ફણગા ફુટી જશે.
હવે આ મગ-મઠને(વહીડા) મીઠુ અને હળદર નાખીને સાધારણ બાફી લો. તમે બાફ્યા વગર પણ ડાયરેક્ટ શાક બનાવી શકો છો. એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેમા જીરુ, લીલા મરચાં, હિંગ અને ઝીણી સમારેલી ડુંગળી નાખીને સાંતળવા દો. હવે તેમા મગ મઠ નાખીને ઉપરથી મીઠુ નાખીને પાણી સુકાય જાય ત્યા સુધી રહેવા દો. બંધ કરીને સમારેલી કોથમીર નાખો.
આ શાક જો આપ શીતળા સાતમ માટે બનાવો તો તેમા ટામેટા બિલકુલ ન નાખશો અને પાણી પુરૂ સુકાય જવા દો. મસાલામાં ફક્ત લીલા મરચા તેની તીખાશ પ્રમાણે નાખો. આ રીતે બનાવેલુ શાક બે દિવસ સુધી સારુ રહે છે.