શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 20 એપ્રિલ 2016 (17:15 IST)

આ રીતે બનાવો વધેલી રોટલીનો ઉપમા

મોટાભાગે ભોજન કર્યા પછી ક્યારેક રોટલીઓ બચી જાય છે. આપણે એ રોટલીઓ ગાયને ખવડાવી દઈએ છીએ. પણ આજે અમે તમને આ વધેલી રોટલીઓનો ઉપમા બનાવતા શીખવાડીશુ.   આ તમે ખૂબ જ ઓછા સમયમાં બનાવી શકો છો. 
 
સામગ્રી - 4 રોટલી, ઝીણી સમારેલી બારીક ડુંગળી 1, ઝીણા સમારેલા ટામેટા 1,  સમારેલા મરચા 2, શિમલા મરચા ઝીણા સમારેલા  ½, રાઈ  ½ ચમચી, મગફળીના દાણા સેકેલા એક ચમચી, ધાણાજીરુ એક ચમચી, લાલ મરચાંનો પાવડર ½ ચમચી, લીંબૂનો રસ ½ ચમચી સ્વાદમુજબ મીઠુ.  તેલ અને ઝીણા સમારેલા ધાણા. 
 
રોટલીનો ઉપમા બનાવવાની વિધિ -  સૌ પહેલા રોટલીઓના ઝીણા ટુકડા કરી લો. ત્યારબાદ એક પેનમાં તેલ નાખીને તેમા રાઈ તતડાવો. પછી લીલા મરચા અને ડુંગળી નાખીને બફાવો દો.  જ્યારે ડુંગળી ગોલ્ડન થઈ જાય ત્યારે તેમા ટામેટા, શિમલા મરચા અને મટર નાખો ને 3 મિનિટ સુધી થવા દો. 
 
હવે એક પેન લઈને તેમા ધાણા લાલ મરચાનો પાવડર અને મગફળીના દાણા નાખીને થવા દો.  જ્યારે મગફળીના દાણા સીઝી જાય ત્યારે તેમા રોટલીના ટુકડા અને મીઠુ નાખીને મિક્સ કરો.  હવે બે મિનિટ થવા દો પછી ગેસ બંધ કરો.  હવે લીલાધાણાથી સજાવીને સર્વ કરો.