શનિવાર, 18 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રેસીપી
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 18 ડિસેમ્બર 2024 (00:45 IST)

Veg Momos Recipe In Gujarati- ઘરે જ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ કરકરા મોમોજ

સામગ્રી 
મોમોઝની સ્ટફિંગ માટે 
1 કપ સમારેલા કોબી 
1/2 કપ સમારેલા ગાજર
1/2 કપ ડુંગળી (ઝીણી સમારેલી)
1/2 કપ સમારેલા કેપ્સીકમ
1/2 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ
1/2 ચમચી સોયા સોસ
1/2 ટીસ્પૂન સિઝલિંગ સોસ (વૈકલ્પિક)
1/2 ચમચી મીઠું (સ્વાદ મુજબ)
1/4 ચમચી કાળા મરી
1/2 ટીસ્પૂન ચીલી સોસ
1/2 કપ તાજી કોથમીર (ઝીણી સમારેલી)
 
મોમોઝના લોટ બાંધવા માટે 
1 કપ મેંદો 
1/4 ટી સ્પૂન મીઠું 
1/2 ચમચી તેલ
પાણી (લોટ બાંધવા માટે)
તેલ (તળવા માટે)
 
મોમોઝ બનાવવાની રીત 
1. સૌથી પહેલા એક વાસણમા મેંદો મીઠું અને તેલ ઉમેરો. હવે થોડું-થોડું પાણી ઉમેરીને નરમ લોટ બાંધો કણકને 10-15 મિનિટ ઢાંકીને રાખી દો જેથી તે સેટ થઈ જાય.
 
2. એક કડાહીમાં થોડુ તેલ ગરમ કરો અને તેમાં આદુ- લસણની પેસ્ટ નાખો. હવે ડુંગળી નાખી હળવુ સંતાડી લો તે પછી સમારેલા કોબી, ગાજર શિલમા મરચું નાખો. આ બધાને 2-3 મિનિટ સંતાડો. 
 
3. હવે સોયા સોસ, ચિલી સૉસ કાળા મરી નો પાઉડર લાલ મરચું હળદર મીઠુ સ્વદાનુસાર નાખી સારી રીતે મિક્સ કરો.  તાજી કોથમીર ઉમેરો અને મિક્સ કરો.
 
4. હવે કણકને નાના-નાના લૂઆ લઈ વળી લો અને તેમાં તૈયાર સ્ટફિંગને વચ્ચેથી સારી રીતે બંધ કરી દો
 
5. એક કડાઈમાં તેલ ગરમ કરો, એક પછી એક મોમોઝને મધ્યમ આંચ પર ફ્રાય કરો જ્યાં સુધી તે સોનેરી અને ક્રિસ્પી ન થઈ જાય તળો. 
તૈયાર છે ક્રન્ચી મોમોઝ. તેને ગરમાગરમ કોથમીરની ચટણી અથવા ચટણી સાથે સર્વ કરો અને આનંદ લો.