ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By કલ્યાણી દેશમુખ|

વેજીટેબલ પુલાવ

સામગ્રી- બાસમતી ચોખા -200ગ્રામ, ફ્લાવર-200ગ્રામ, લીલા વટાણા-100ગ્રામ, બટાકા-બે, ડુંગળી-2, શિમલા મરચા-3 થી 4, ગાજર-બે, ટામેટા-બે,લીલા મરચા -3, તમાલપત્ર, લવિંગ, જીરુ અને મરી-4 થી 5 નંગ,મીઠુ સ્વાદ મુજબ,હળદર અડધી ચમચી, લાલ મરચું 1 ચમચી.

બનાવવાની રીત  - સૌ પ્રથમ સમગ્ર શાકભાજીને સાફ કરી લો. ડુગળી, બટાકા, ટામેટા અને શિમલા મરચા, ગાજર, લીલા મરચાને લાંબા સમારી લો. હવે કુકરમાં ઘી ગરમ કરવા મુકો. ઘી તપે કે તેમાં જીરુ તતડાવી તેમાં તમાલપત્ર, લવિંગ અને મરી અને લીલા મરચાં નાખો. તેમાં તરતજ બધા શાકભાજી નાખીને સાંતળો. હવે તેમાં લાલ મરચુ, હળદર અને મીઠુ નાખીને હલાવો.

હવે બાસમતી ચોખા ધોઈને નાખી દો. કુકરમાં અંદાજ મુજબ પાણી નાખો અને બે-ત્રણ સીટી વગાડી લો. ગરમા ગરમ વેજીટેબલ પુલાવમાં સમારેલી કોથમીર નાખીને સર્વ કરો.

(પાણી એટલુ નાખવુ કે પુલાવ ઢીલો ન પડી જાય. સીટી પણ 2-3 થી વધુ ન વાગાડવી.)