શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

ગુજરાતી વાનગી - સ્વાદિષ્ટ ચણા ચાટ

P.R
સામગ્રી - દેશી ચણા બે કપ રાત્રે પલાળેલા, ડુંગળી 2, ટામેટા 2, લીલા મરચા 2,કાકડી 1, લાલ મરચાંનો પાવડર -ચપટી, સંચળ ચપટી, લીંબુનો રસ બે ચમચી.અડધી ચમચી ચાટ મસાલો, મીઠુ સ્વાદમુજબ,

બનાવવાની રીત - સૌ પહેલા ચણાને સાફ પાણીથી ધોઈ લો. એક વાડકીમાં ડુંગળી, કાકડી, ટામેટા અને લીલા મરચા કાપીને મુકો. ત્યારબાદ પલાળેલા ચણા પણ મિક્સ કરો. હવે વાડકીમાં લાલ મરચાનો પાવડર, સંચળ, મીઠુ, ચાટ મસાલો મિક્સ કરો. લો તૈયાર છે તમારી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચણા ચાટ.

આ પ્રમાણ 3થી 4 લોકો માટે છે.