શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By કલ્યાણી દેશમુખ|

લાલ મરચાનું અથાણું

ND
સામગ્રી - તાજા લાલ મરચાં 500 ગ્રામ, સરસિયાનું તેલ 100 ગ્રામ, હિંગ 1 ચમચી, રાઈના કુરિયા 100 ગ્રામ.મેથીના કુરિયા 50 ગ્રામ., વરિયાળીનો ભુકો 4 ચમચા, મીઠું અડધો કપ,આમચુર અડધો કપ, હળદર બે ચમચી.

રીત - સરસિયાના તેલને ધુમાડો નીકળે ત્યાં સુધી ગરમ કરો. પછી તેને ઠંડુ થવા દો. એક વાડકામાં હિંગને વાટી લો, તેમાં રાઈના કુરિયા,મેથીના કુરિયા, વરિયાળીનો ભૂકો, મીઠું,આમચૂર અને હળદરને ભેગું કરો, તેમાં એક ચમચી સરસિયાનું તેલ નાખી મસળી લો, મરચામાં વચ્ચે ઉભો કાપો મુકીને તેના બીજા કાઢી લો. તેમાં મસાલો ભરી તેને એક કાચની બરણીમાં ભરી લો. ઉપરથી વધેલું તેલ નાખી બરણીને બંધ કરી ત્રણ ચાર દિવસ તડકામાં મુકો. સરસ મજાંનું સ્વાદિષ્ટ અથાણું તૈયાર થઈ જશે.