શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 26 ઑગસ્ટ 2016 (12:57 IST)

ગુજરાતી ફિલ્મ નવરી બજારનો રિવ્યૂ, દર્શકોને ચોક્ક્સ પસંદ પડશે આ વધુ એક ગુજરાતી અર્બન મુવી

ગુજરાતમાં વધુ એક ગુજરાતી  ફિલ્મ 'નવરી બજાર' આજે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ પણ એક કોમેડી ફિલ્મ છે. જેમાં પ્રેમ, કોમેડી જેવી બાબતોને સારી રીતે આવરી લેવામાં આવી છે. આ મુવીમાં એવા ત્રણ છોકરાઓની વાત છે, કે જેમાં નવરાઓને પણ સાચી દિશા મળે છે. આ મુવીમાં વલ્ગારિટી નથી તે સમાજનું પ્રતિબિંબ છે.આ મુવીનું નામ કેમ 'નવરી બજાર' રાખ્યું છે અને આ આઇડિયા તમને ક્યાંથી આવ્યો તે વિશે ફિલ્મના લેખક અને  દિગ્દર્શક જીતેન્દ્ર ઠક્કરે જણાવ્યું હતુ કે, મારી કોલમ નવરી બજાર પરથી મેં આ નામ રાખ્યુ છે અને જે હું વર્ષોથી લખી રહ્યો છુ. જો કે આ મુવીમાં અમે કોઇ પણ સ્ટાર્સની પહેલા ઓડિશન લીધી નથી, મને જેવા પાત્રો જોઇતા હતા તે બધા જ મને પહેલાથી જ મળી ગયા છે.

જ્યારે જીતેન્દ્ર ઠક્કરને મુવીમાં શું ખાસ છે તે વિશે પૂછતા તેમને જણાવ્યું હતુ કે, નવરી બજારમાં એવું કોઇ પણ પ્રકારનું ગ્લેમર નથી કે જેનાથી લોકોને શરમાવું પડે અને એવુ કોઇ મ્યૂઝિક પણ નથી કે, જેનાથી લોકો પહેલી જ નજરમાં ચમકી જાય, આ તદન અલગ મુવી છે જેમાં માણસ પોતે પોતાનું પ્રતિબિંબ જોઇ શકશે. આ મુવી કઇ -કઇ જગ્યાઓ પર શૂટ કરવામાં આવી છે તે વિશે તેમને જણાવ્યું હતુ કે, આ મુવી ગોવા, હૈદરાબાદ અને અમદાવાદમાં શૂટ કરવામાં આવી છે. 'નવરી બજાર'નો સ્ટાર્સ એટલે કે, સુનિલ કે જે વિનીયાએ જણાવ્યું હતુ કે, આ મુવીમાં મારા કેરેક્ટરનું નામ વિનીયો છે. જે કુંવારો હોય છે. અને તેને પોળની એક છોકરી બહુ ગમતી હોય છે. આ મુવીમાં મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે અને આ મુવીનું શૂટિંગ અમે ખૂબ જ મસ્તી કરતા-કરતા કર્યુ છે. શુટિંગ દરમિયાન મારો સૌથી સારો અનુભવ ગોવાનો રહ્યો છે. જો કે ફિલ્મ વિશે જાણવા જેવી વાત એ છે કે, તેનુ શુટિંગ માત્ર એક જ મહિનામા પૂરુ થઈ ગયું હતું.

આ સાથે 'નવરી બજાર'નો બીજો સ્ટાર કાસ્ટ ચેતન એટલે કે  હિતીયાએ  જણાવ્યું હતુ કે, હું એક પરણેલો અને પત્નીના ત્રાસ નીચે દબાયેલો યુવાન છું. જશ ઠક્કરે પોતાના કેરેક્ટર વિશે વાત કરતા જણાવ્યું હતુ કે, હું એક પોળમાં રહેતો ભોળો અને એક નાદાન છોકરો છું અને એને એક છોકરી ખૂબ જ ગમે છે પરંતુ સામેવાળી છોકરી મને સમજી શકતી નથી, હું એને પ્રેમ કરુ છુ પણ એને વ્યર્થ નથી કરી શકતો. આ મારી પહેલી ડેબ્યુ મુવી છે અને આનો અનુભવ મારો ખૂબ જ સારો રહ્યો છે. મુવીનું સંગીત અને દિગ્દર્શન ખૂબજ સરસ છે દર્શકોને સિનેમામાં પકડી રાખે તેવી આ ફિલ્મ છે. આ ફિલ્મ શૈલેષ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. તે ઉપરાંત જીતેન્દ્ર ઠક્કર અને રાજુ ભટ્ટ દ્વારા આ ફિલ્મને દિગ્દર્શિત કરવામાં આવી છે. આ ફિલ્મનું શૂટીંગ અમદાવાદ ઉપરાંત ગોવામાં પણ કરવામાં આવ્યું છે.  ફિલ્મના પ્રોડ્યુસર શૈલેષ શાહે કહ્યું કે, હું ગર્વ અનુભવું છું કે હું ફિલ્મનો એક ભાગ છું. મારા કેરિયરની છઠ્ઠી ફિલ્મ છે. મેં દર્શકોની પસંદગીને ધ્યાનમાં રાખી છે અને હાલમાં બની રહેલી ગુજરાતી ફિલ્મોના પ્રવાહમાં અમારો પ્રયાસ લોકોને જરૂરથી પસંદ પડશે.