શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 13 જૂન 2018 (13:10 IST)

અમેરિકાના ન્યૂ જર્સીમાં યોજાશે ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ, 16 ફિલ્મો દર્શાવાશે

ગુજરાતીઓ આખી દુનિયામાં વસેલા છે. હવે ગુજરાતી ફિલ્મ્સ પણ વિશ્વ ફલક પર છવાઈ જવાની તૈયારીમાં છે. આગામી 3 થી 5 ઓગસ્ટ દરમિયાન યુએસએના ન્યૂ જર્સીમાં યોજાનારા ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી ફિલ્મ્સનો આવો નવો અવતાર જોવા મળશે. આ વિશે વાત કરતા ફેસ્ટિવલના જ્યુરી મેમ્બર અને ફેસ્ટિવલ ડિરેક્ટર ઉમેશ શુક્લાએ જણાવ્યું હતું કે, ‘અત્યારે રિજનલ ફિલ્મ્સ પર આખા દેશની નજર છે. એક સમયે સાઉથની ફિલ્મ્સ ખૂબ જોવાતી હતી. આજે મરાઠી અને બંગાળી ફિલ્મ્સ પણ પ્રચુર માત્રામાં બની રહી છે. ગુજરાતી ફિલ્મ્સમાં પણ આ સ્તરે પહોંચી શકવાની પૂરેપૂરી તાકાત છે. આ ફેસ્ટિવલથી અમે અમેરિકામાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચવાનો અને વિશ્વસ્તરે ગુજરાતી ફિલ્મ્સ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. ફિલ્મ મેકર અને ‘ધાડ' ફિલ્મના ડાયરેક્ટર પરેશ વ્યાસે જણાવ્યું હતું કે, ‘આ ફેસ્ટિવલથી ગુજરાતી ફિલ્મ મેકર્સને ઇન્ટરનેશનલ ફિલ્મ્સમાં શું ચાલી રહ્યું છે તે જાણવા મળશે. તો સાથે અમેરિકામાં વસતા યંગ ફિલ્મમેકર્સ અને ફિલ્મ્સમાં ઇન્વેસ્ટ કરવા ઇચ્છતા લોકોને પણ અહીંના ફિલ્મ મેકર્સને મળવાનો મોકો મળશે. એક તરફ ગુજરાતી ભાષાની ચિંતા લોકો કરી રહ્યા છે ત્યારે દુનિયાના બીજા છેડે આ રીતે ગુજરાતી ફિલ્મ્સ દર્શાવાય તે ખૂબ જ સારી વાત છે. આ ફેસ્ટિવલમાં 34 એન્ટ્રીઝ આવી હતી. જેમાંથી 13 ફીચર ફિલ્મ્સ કમ્પિટિશન લિસ્ટમાં, ત્રણ ફિલ્મ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ, ત્રણ ડોક્યુમેન્ટરીઝ અને ચાર શોર્ટ ફિલ્મ્સ દર્શાવવામાં આવશે. આ ફિલ્મ્સની પસંદગી અરુણા ઇરાની, જય વસાવડા. અનુરાગ મહેતા અને મધુ રાયની જ્યૂરીએ કરી છે. ત્રણ દિવસ ચાલનારા આ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ ઇવેન્ટ્સ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો સાથે મીટ એન્ડ ગ્રીટ, વર્કશોપ્સ અને વોર્ડ સેરેમનીનું પણ આયોજન કરાયું છે. નોંધપાત્ર છે કે, છેલ્લા કેટલાક સમયથી જુદા-જુદા વિષય પર આધારિત ફિલ્મ્સ બની રહી છે. ફિલ્મમેકર્સ જુદા-જુદા એક્સપેરિમેન્ટ્સ કરવાની હિંમત બતાવી રહ્યા છે અને વળી, આવી ફિલ્મ્સને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ગુજરાતી ફિલ્મ્સને આવા ફિલ્મ ફેસ્ટિવલથી પ્રોત્સાહન મળશે.  ફેસ્ટિવલની સાથે આરજે ધ્વનિતની ફિલ્મ ‘શોર્ટ સર્કિટ'નું પણ અહીં વર્લ્ડ પ્રીમિયર યોજાશે. ધ્વનિતની આ ફિલ્મ ગુજરાતી ભાષાની પહેલી સાયન્સ ફિક્શન ફિલ્મ છે..
સ્પેશિયલ સ્ક્રીનિંગ. ડોક્યુમેન્ટરીઝ. શોર્ટ ફિલ્મ્સ.
કલર ઓફ ડાર્કનેસ. ખમ્મા ગીરને. રમ્મત ગમ્મત.
ધાડ. બહેરૂપી. 90 સેકન્ડ્સ.
ઢ. મહાગામિત સુનિતા. ડેરી.
  ડોક્યુમેન્ટરીઝ. સેલ્ફી ઇન પર સે.




 ફીચર ફિલ્મ્સ.
ભંવર.
ચલ મન જીતવા જઇએ.
ગુજ્જુભાઇ મોસ્ટ વોન્ટેડ.
હેરા ફેરી ફેરા ફેરી.
કરસનદાસ પે એન્ડ યુઝ.
લવની ભવાઇ.
ઓક્સિજન.
પપ્પા તમને નહીં સમજાય.
રતનપુર.
રેવા.
સુપર સ્ટાર.
શરતો લાગુ.