મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 23 એપ્રિલ 2022 (09:18 IST)

ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ આ વર્ષે તેની 3જી આવૃત્તિ સાથે એટલાન્ટા, યુએસએ ખાતે યોજાશે

International Gujarati Film Festival
વાડિલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF)  3જી આવૃત્તિ સાથે 20મી મે થી 22મી મે 2022 દરમિયાન એટલાન્ટા, જૉર્જિયા, યુએસએ ખાતે યોજાશે, આ મેગા સાંસ્કૃતિક ફિલ્મ ફેસ્ટિવલને ગુજરાત ટુરિઝમ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. વિશ્વવ્યાપી કોરોના મહામારીના કારણે બે વર્ષના અંતરાલ પછી, IGFF ત્રણ દિવસીય ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવા માટે તૈયાર છે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ગુજરાતી સિનેમાને એવા સ્કેલ પર પ્રોત્સાહિત કરવાના એક માત્ર ધ્યેય સાથે સજ્જ છે જે કોઈએ અગાઉ ના જોયુ હશે કે સાંભળ્યું હશે.  
 
IGFF ગુજરાતી સિનેમાને સ્થાનિકથી વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા ઈચ્છે છે. ગુજરાતી સિનેમાની વિકસતી દુનિયાની ઉજવણી કરવા વ્યાવસાયિક અને કલાપ્રેમી ફિલ્મ નિર્માતાઓને સાથે લાવવાની આ પ્રકારની પ્રથમ ઘટના IGFF એ શરૂ કરી હતી. ગ્રામીણ જીવનની યાદ અપાવવાથી લઈને મેલોડ્રામેટિક આધુનિક યુથ સુધી. આપણા રોજબરોજના સંબંધોની મજાથી લઈને આપણા શહીદોની ઉગ્ર બહાદુરી સુધી. અમે ગુજરાતની સંસ્કૃતિ અને કલાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે આતુરતાથી આગળ વધી રહ્યા છીએ. ફિલ્મ નિર્માતાઓ અને પ્રાદેશિક સિનેમાને મુખ્ય નાયક તરીકે ઉજાગર કરવા સાથે, IGFF એ ભારતનો પ્રથમ પ્રાદેશિક ફિલ્મ ફેસ્ટિવલ છે જે ભારતની બહાર યોજાય છે.
 
IGFF અગાઉ વર્ષ 2018 માં ન્યુ જર્સી ખાતે અને વર્ષ 2019 માં લોસ એન્જેલસ અને ન્યુ જર્સીમાં યોજાયો હતો. આ ફેસ્ટિવલમાં બંને વર્ષમાં 5000 થી વધુ પ્રેક્ષકોએ હાજરી આપી હતી અને તેઓનો અદભૂત પ્રતિસાદ મળ્યો હતો. આ વર્ષે ફેસ્ટિવલમાં ફીચર ફિલ્મો, શોર્ટ ફિલ્મો, ડોક્યુમેન્ટરી ફિલ્મો, વેબ સિરીઝ અને સ્પેશિયલ કેટેગરી - "આપણું હેરિટેજ" પરની શોર્ટ ફિલ્મ બતાવામાં આવશે. વિશેષ કેટેગરી "આપણું હેરિટેજ" પર શોર્ટ ફિલ્મ જે  ગુજરાતના સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ સાથેના પ્રતિષ્ઠિત હેરિટેજ સ્થળો પર 5-મિનિટની શોર્ટ ડોક્યુમેન્ટરી હશે.
 
ફેસ્ટિવલની માહિતી:
Venue: Venture Cinema 12, 3750 Venture Dr., Duluth, GA 30096
May 20th – 6:30 pm, Opening Red Carpet Ceremony, Deep Pragatya, Speech, Meet & Greet & Screening of Opening Film, The Last Film Show by Pan Nalin. 
May 21st – 11 am to 10 pm with all three Screens, - Screening Official Selected Feature Films, Short film & Documentary Films followed by Q & A session. 
May 22nd - 11 am to 3pmpm with all three Screens, - Screening Official Selected Feature Films, Short film & Documentary Films followed by Q & A session. 
May 22nd – 6 pm with all three Screens, - Screening Official Selected Feature Films, Short film & Documentary Films followed by Q & A session. Award Ceremony with Penal Discussion, Entertainment & Dinner to follow as closing ceremony. 
 
એવોર્ડ્સ:
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ
વિશેષ જ્યુરી મેન્શન 
શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી
શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ
શ્રેષ્ઠ વેબ સિરીઝ
વિશેષ કેટેગરી - શ્રેષ્ઠ શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ - "આપણું હેરિટેજ"
 
આ ફિલ્મ ફેસ્ટિવલ એટલાન્ટાના જાણીતા અને નામી મહાનુભાવો, ગુજરાતી સમુદાયના સભ્યો અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ફેસ્ટિવલ ડાયરેક્ટર ઉમેશ શુક્લા, જ્યુરી મેમ્બર ફારુખ મિસ્ત્રી, ગોપી દેસાઈ, જય વસાવડા અને સૌમ્યા જોષી સાથે અન્ય લોકો પણ જોડાશે.  આ ત્રણ દિવસના મેગા ફેસ્ટિવલમાં ગુજરાતી ફિલ્મ કલાકારો ભારતથી એટલાન્ટા સુધી તેમની હાજરી આપવા જઈ રહ્યા છે જે [પ્રેક્ષકો માટે ખુબ મનોરંજક બની રહેશે.
 
“આ વર્ષે અમે લોસ એન્જેલસ અને ન્યૂ જર્સી પછી અમેરિકાના બીજા શહેરમાં પહોંચવા માગતા હતા એટલે અમે એટલાન્ટા, જૉર્જિયા પસંદ કર્યુ. આ વર્ષે ઇવેન્ટનું સ્થળ વેન્ચર સિનેમા છે. ફેસ્ટિવલની શરૂઆત 20મી મેના રોજ રેડ કાર્પેટ સાથે થશે, પાન નલિનની સૌથી ચર્ચિત ગુજરાતી ફિલ્મ ‘ધ લાસ્ટ ફિલ્મ શો’ફેસ્ટિવલની ઓપનિંગ ફિલ્મ હશે. ક્લોઝિંગ ફિલ્મ ભારતની વર્ષ 2018ની સર્વશ્રેષ્ઠ ફિલ્મ 'હેલ્લારો' હશે તથા એવોર્ડ નાઈટની સાથે ફેસ્ટિવલ પૂર્ણ થશે. અમે આશા રાખીએ છીએ કે મોટી સંખ્યામાં ગુજરાતી સમુદાયના લોકો આ ફેસ્ટિવલમાં હાજરી આપશે."
 
IGFFનું એક ધ્યેય છે, તે બતાવવાનું કે ગુજરાતી સિનેમામાં એવી સ્ક્રિપ્ટ અને મૂવીઝ બનાવવાની ક્ષમતા છે જે અન્ય કોઈપણ મૂવી ઇન્ડસ્ટ્રી સાથે ખભેથી  ખભા મેળવી શકે છે.
21મી અને 22મી મે દરમિયાન ફેસ્ટિવલમાં ફાઇનલ સિલેક્ટ થયેલી ફિલ્મો દર્શાવવામાં આવશે. પ્રેક્ષકો માટે જેઓ બેસ્ટ અને પોતાની મનપસંદ ફિલ્મો જોવા માંગે  છે તેની પસંદગી માટે ફિલ્મોનું શેડ્યૂલ અને લિસ્ટ એપ્રિલના અંતમાં જાહેર કરવામાં આવશે. ફેસ્ટિવલ ડિરેક્ટર અને ભારતીય ફિલ્મ ડિરેક્ટર ઉમેશ શુક્લા સાથે ફેસ્ટિવલ જ્યુરી ગોપી દેસાઈ, સૌમ્ય જોશી અને જય વસાવડા પણ ફેસ્ટિવલમાં હાજર રહેશે.  દિગ્દર્શક પાન નલિન પણ ફેસ્ટિવલની ઓપનિંગ નાઈટ પર ત્યાં જ હશે. ફેસ્ટિવલની ટિકિટ ટૂંક સમયમાં shulekha.com પર ઉપલબ્ધ થશે. 
 
વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ 2022માં ઓફિશ્યિલ સિલેક્ટ કરાયેલ ફીચર ફિલ્મો, શોર્ટ ફિલ્મો, ડૉક્યુમેન્ટરી ફિલ્મો, ગુજરાતી ભાષાની વેબ સિરીઝ અને "આપણું હેરિટેજ" પરની શોર્ટ ફિલ્મ ની યાદી નીચે મુજબ છે.
 
ફીચર ફિલ્મો:
21મુ ટિફિન 
ભારત મારો દેશ 
છેલ્લો શૉ 
ડિયર ફાધર 
ધૂમ્મસ 
દિવાસ્વ્પ્ન 
જી: ધ ફિલ્મ 
ગજબ થઇ ગયો 
ગાંધી & કંપની
ગાંધીની બકરી 
ગુજરાત નું ગૌરવ 
કોઠી 1947
નાયિકા દેવી 
વચન એક પ્રોમિસ
યુવા સરકાર 
 
શોર્ટ ફિલ્મો:
ગાંધી 
સૌરાષ્ટ્રની રસધાર ની પરણેતર 
શીરો: એ સ્ટોરી ઑફ હોપ એન્ડ ફેથ 
અને "આપણું હેરિટેજ" પરની શોર્ટ ફિલ્મ 
રોહા ફોર્ટ - એક વિસરાતી વિરાસત 
 
ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મો:
સુર શબ્દનું સરનામું
શ્રીમદ રાજચંદ્ર 
અને ડોક્યુમેન્ટરી ફિલ્મ:
ઓખામંડળ - એક અનોખું આંદોલન 
 
વેબ સિરીઝ:
બેનકાબ 
ઘાટ 
ષડયંત્ર 
વાત વાત માં 
વિઠ્ઠલ ટીડી 
યમરાજ કોલિંગ