રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 23 સપ્ટેમ્બર 2020 (14:52 IST)

જાણિતા ગાયક રાકેશ બારોટનું નવું ગીત હવે સારેગામા યૂટ્યૂબ ચેનલ પર

લોકપ્રિય ગુજરાતી ગાયક રાકેશ બારોટે તાજેતરમાંજ સારેગામા ગુજરાતી યૂ ટ્યૂબ ચેનલ પર પોતાનુ નવું ઓરિજિનલ ગુજરાતી ગીત ‘ કોના રે ભરોસે’ લૉન્ચ કર્યું છે. આ ગીતનું સ્વરાંકન મયુર નાદિયાએ કર્યું છે તો આનંદ મેહરાએ ગીત લખ્યું છે. આ ગીત એક રસપ્રદ સ્ટોરી સાથે હાર્ટબેક અને વિશ્વાસઘાતની વાત કરે છે. વીડિયોમાં રાકેશ એક એવા વ્યક્તિની ભૂમિકા અદા કરી રહ્યાં છે જે અકસ્માતને કારણે પોતાની દ્રષ્ટિ ગુમાવે છે. તેની પત્ની આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવે છે અને કોઈ બીજા સાથે સંબંધ બાંધવાનું શરુ કરે છે. પરંતુ વીડિયોના અંતમાં એક ટ્વિસ્ટ છે. જે દર્શકો માટે આશ્ચર્યજનક બની રહેશે. અવાજમાં પીડા અને ભાવનાઓ સાથે ગાયેલું આ ગીત તમને તેના સુંદર સંગીત અને શબ્દોથી જકડી રાખશે. રાકેશ બારોટે તેમના નવા ગીતના લૉન્ચિંગ પ્રસંગે કહ્યું હતું કે હું પ્રથમવાર સારેગામા સાથે જોડાયો છું. આ એક નવી શરુઆત છે. હું મારા તમામ ચાહકોને વિનંતી કરું છું કે તેઓ મારા અગાઉના ગીતોની જેમ જ મારા આ નવા ગીતને પણ આવકારે અને પસંદ કરે.