1. ધર્મ
  2. તહેવારો
  3. હનુમાન જયંતિ
Written By
Last Updated : શનિવાર, 24 એપ્રિલ 2021 (09:02 IST)

Chaitra Purnima 2021 : ક્યારે છે ચૈત્ર પૂર્ણિમા, જાણો તિથિ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ

Chaitra Purnima 2021
હિંદુ ધર્મમાં પૂર્ણિમાની તિથિનુ વિશેષ મહત્વ હોય છે. ચૈત્ર પૂર્ણિમા હિંદુ નવવર્ષની પ્રથમ પૂર્ણિમા હોય છે. આ પાવન દિવસે હનુમાનજીનો જન્મોત્સવ પણ ઉજવાય છે. આ દિવસે હનુમાનજીએ માતા અંજનીના ખોળે જન્મ લીધો હતો. હનુમાનજીનો જન્મોત્સવ હોવાથી આ દિવસનુ મહત્વ પણ વધી જાય છે આવો જાણીએ ચૈત્ર પૂર્ણિમા તિથિ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ 
 
ચૈત્ર પૂર્ણિમા તિથિ
 
27 એપ્રિલ, 2021 મંગળવાર 
 
પૂર્ણિમા તારીખ પ્રારંભ - 26 એપ્રિલ 2021, સોમવાર, બપોરે 12 વાગીને 44 મિનિટથી 
પૂર્ણિમા તારીખ સમાપ્ત - 27 એપ્રિલ, 2021, મંગળવાર, સવારે 9.01 વાગ્યે
 
ચૈત્ર પૂર્ણિમા પૂજા વિધિ
 
- સવારના સ્નાન વગેરેથી પરવારીને ઉપવાસનો સંકલ્પ લો.
- પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું ઘણું મહત્વ છે. પરંતુ હાલ કોરોના વાયરસને કારણે સ્વસ્થ રહેવા માટે ઘરમાં જ રહેવું વધુ સારું છે. તમે નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરી શકો છો.
- આ દિવસે વિધિ વિધાનથી ભગવાન હનુમાનની પૂજા કરો.
- આ શુભ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસનાનું પણ વિશેષ મહત્વ છે.
- હનુમાન ચાલીસાના પાઠ કરો.
- હનુમાનજીને ભોગ લગાવો અને પછી હનુમાનજી અને બધા દેવી દેવતાઓની આરતી કરો 
 
ચૈત્ર પૂર્ણિમાનુ મહત્વ
 
- ચૈત્ર પૂર્ણિમાનું વ્રત કરવાથી અનેકગણુ ફળ મળે છે.
- આ દિવસે હનુમાન જન્મોત્સવ પણ ઉજવવામાં આવે છે.
- આ પાવન દિવસે હનુમાનજીની પૂજા કરવાથી સંકટોમાંથી મુક્તિ મળે છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
- આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ મળે છે.