મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. હનુમાન જયંતિ
Written By
Last Updated : મંગળવાર, 16 એપ્રિલ 2019 (16:02 IST)

હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો તો ન કરશો આ 5 ભૂલ

પૃથ્વી પર વર્તમાન સાત ચિરંજીવીયોમાંથી એક શ્રી હનુમાજનીની સાધના કલયુગમાં સૌથી વધુ કરવામાં આવે છે. દેશનો કદાચ જ કોઈ ખૂણો એવો હશે જ્યા પશ્રી હનુમાનજીની પૂજા ન કરવામાં આવતી હોય. બધા દેવતાઓમાં શ્રી હનુમાજજી જલ્દી પ્રસન્ન થનારા દેવતા છે. જેમનુ માત્ર નામ લેવાથી મોટા મોટા સંકટ ટળી જાય છે. મોટામાં મોટી પરેશાનીઓ દૂર થઈ જાય છે. ચૈત્ર માસની પૂર્ણિમા તિથિ એટલે કે 19 એપ્રિલ 2019ના રોજ અષ્ટસિદ્ધિના દાતા હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાશે. શ્રી હનુમાનજીની પૂજા કરતી વખતે મોટાભાગે જાણતા અજાણતા એવી મોટી ભૂલો થઈ જાય છે જેના કારણે બજરંગબલીની પૂજાનુ ફળ મળતુ નથી.