1. ધર્મ
  2. તહેવારો
  3. હનુમાન જયંતિ
Written By
Last Updated : બુધવાર, 8 એપ્રિલ 2020 (06:46 IST)

મહિલાઓ કેવી રીતે મેળવી શકે છે હનુમાનજીની કૃપા , વાંચો 13 સાવધાનીઓ

હનુમાનજીની પૂજામાં મહિલાઓ માટે કેટલાક નિયમ શાસ્ત્રોમાં વર્ણવ્યા છે કારણકે હનુમાનજી બધી મહિલાઓને તેમની માતાના રૂપમાં જુએ છે તેથી એ નથી ઈચ્છતાકે મહિલાઓ તેમની સામે માથુ નમાવે, એ પોતે મહિલાઓના સામે તેમનું માથું નમાવે છે. હનુમાનજી બ્રહ્મચારી છે. પણ હનુમાન જન્મોત્સવ પર અને બીજા અવસરો પર મહિલાઓ આ રીતે હનુમાનજીની સેવા કરી કૃપા મેળવી શકે છે. વાંચો 13 જરૂરી વાતો.... 
મહિલાઓ આ રીતે હનુમાનજીની સેવા કરી શકે છે. 
 
1. મહિલાઓ દીપ અર્પિત કરી શકે છે. 
2. મહિલાઓ ગૂગલની ધુની બનાવી શકે છે. 
3. મહિલાઓ હનુમાન ચાલીસા, સંકટ મોચન, હનુમાષ્ટક, સુંદરકાંડ વગેરે નો પાઠ કરી શકે છે. 
4. મહિલાઓ હનુમાનજીનો ભોગ પોતાના હાથથી બનાવીને અર્પિત કરી શકે છે. 
5. મહિલાઓ લાંબા અનુષ્ઠાન નહી કરી શકતી. 
6. મહિલા રજસ્વલા(માસિકધર્મ) થતા હનુમાનજી સાથે સંબંધિત કોઈ પણ કાર્ય ન કરવું. 
7. મહિલાઓએ હનુમાનજીને સિંદૂર અર્પિત કરી શકતી નથી 
8. મહિલાઓએ હનુમાનજીને ચોલા પણ ન ચઢાવવું જોઈએ. 
9. મહિલાઓએ બજરંગ બાણનો પાઠ ન કરવો જોઈએ. 
10.મહિલાઓને પાદ્ય એટલે કે ચરણપાદુકા અર્પિત ન કરવી જોઈએ. 
11. મહિલાઓ હનુમાનજીને પંચામૃતથી સ્નાન કરાવી શકતી નથી. 
12. મહિલાઓ કપડા એટલે કે વસ્ત્રની જોડ અર્પિત કરી શકતી નથી.  
13. મહિલાઓ યજ્ઞોપવિત એટલે કે જનેઉ ચઢાવી શકતી નથી.