આરોગ્ય - પિતનળીનો કમળો.. કેન્સર સુધી પહોંચે તે પહેલા સાવધ રહો

સોમવાર, 28 ડિસેમ્બર 2015 (17:01 IST)

Widgets Magazine

 
પિત નળી જે લિવરનાં પિત રસને નાના આંતરડા સુધી પહોંચાડે છે. પિત નળીમાં પથરી થાય કે ગાંઠ થાય તો પિત આંતરડા સુધી પહોંચી શકતું નથી. જેમને લીધે લિવરમાં પિતનો સંગ્રહ થાય છે. તે પિત ચામડીમાંથી, પેશાબમાંથી નીકળે છે અને આંખોમાં પીળાશ દેખાય છે. પિત નળી અને લિવરમાં લાંબો સમય રહેવાથી ચેપ લાગે છે જેને લીધી દર્દીને ભૂખ નથી લાગતી, ઠંડી લાગીને તાવ આવે છે તેમજ ખંજવાળ આવે છે. જયારે પિત નળી બંધ થાય ત્યારે પેશાબ વધુ પડતો પીળો આવે છે તેમજ સંડાસનો કલર સફેદ થતો જાય છે. પિત નળીમાં કમળો થાય ત્યારે દર્દીને પેટમાં દુ:ખાવો થાય છે. તેમના નિદાન માટે પેશાબ તેમજ લિવર ફંકશન ટેસ્ટ જેવા કે બિલિરુબીન, આલ્કલાઈન ફોસ્રેઝ, ગામા જીટી જેવા લોહીના રિપોર્ટ કરાવવા જોઈએ.
સોનોગ્રાફી, સિટીસ્કેન અને એમ.આર.આઈ. (એન.આર.સી.પી.) જેવા રિપોર્ટ કરાવવા જોઈએ. જો રિપોર્ટ પ્રમાણે કેન્સર આવે તો લોહીમાં સી.એ.19.9નો રિપોર્ટ કરાવવો જોઈએ. રિપોર્ટના આધારે તેમની સારવાર દૂરબીન કે ઓપરેશનથી શકય છે.
આજ થી 15 વર્ષ પહેલા પિત નળીમાં પથરીને લીધે કમળો થાય તો ઓપ્ન સર્જરી કરાવવી પડતી અત્યારનાં સમયમાં તે પથરી દૂરબીન વડે પિત નળી ખોલીને પથરી નીકળી શકે છે અને મોટા ઓપરેશન કરવાની જર પડતી પણ નથી.
જે દૂરબીનથી કાઢવાની પધ્ધતિને (ઈ.આર.સી.પી.)કહે છે. ઈ.આર.સી.પી. એટલે એનસ્કોપીક રિટ્રોગ્રેડ કોલેજીયો પેનક્રીયાટોગ્રાફી કહે છે. જેમાં બહારથી કોઈ કાપ-કૂટ નથી આવતી. તે કોમ્પ્યુટરમાં જોઈને કરી શકાય છે. તેજ વખતે પથરી કાઢયા પછી બે મહિના માટે પ્લાસ્ટિકની નળી મૂકવામાં આવે છે જેમને સ્ટેન્ટ કહે છે.
જયારે કેન્સરનાં લીધે પિત નળી બંધ થાય ત્યારે વધુ કમળો હોય તો દૂરબીન વડે કેન્સરની ગાંઠની બાયોપ્સી તેમજ ગાંઠની અંદરથી પ્લાસ્ટિકની સ્ટેનટ લિવર સુધી મુકવામાં આવે છે. ઘણી વખતે ઉમર લાયક દર્દીઓમાં કેન્સરની ગાંઠનું ઓપરેશન શકય ન હોય તો પ્લાસ્ટિકને બદલે મેટલ (સ્ટીલ)નો સ્ટેન્ટ બેસાડવામાં આવે છે. દૂરબીનની તપાસનાં (ઈ.આર.સી.પી)ના ઘણાજ ફાયદા છે. જેવા કે એક દિવસનું જ હોસ્પિટલ રોકાણ હોય છે. બહારથી કંઈ ટાંકા આવતા નથી. ટોપી (એનેસ્ગથેસિયા)નું જોખમ ઘણું ઓછું હોય છે તેમજ બ્લડ ચડાવવાની જરિયાત રહેતી નથી હોતી.
ઈ.આર.સી.પી.નાં થોડા ગેરફાયદા હોય છે જેવા કે સ્વાદુપિંડમાં સોજો આવવો, પિત નળીમાં ચેપ લાગવો, પિત નળી ખોલવાથી લોહી નીકળવું, નાના આંતરડામાં છિદ્ર થવું આ બધા ગેરફાયદાનો ઈલાજ પણ શકય છે. પિત નળીનો કમળો થવાનાં ઘણા બધા બીજા કારણો છે. જેવા કે, પિત નળીમાં કૃમિ થવી, પિત નળી સંકોચાવી, પિત નળી સૂકાવી તે બધાનો ઈલાજ શકય છે.
નાના બાળકોમાં જન્મથી જ પિત નળી ફુલેલી જોવા મળે છે. જેમને દૂરબીનથી પણ ખોલી શકાય છે. પિત નળીનો વા થવાથી પિત નળી સંકોચાય છે તેવા દર્દીમાં લિવર બદલાવાથી મટી શકે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

જાણો ગરમ દૂધ પીવાના ફાયદા વિશે ....

અમે બધા જાણીએ છે કે દૂધ પીવો સ્વાસ્થય માટે ખૂબ લાભકારી છે. દૂધ પીવાથી અમારા શરીરને તાકત ...

news

શરદીથી રાહત મેળવવા ખાસ ઘરેલૂ ઉપાય

મૌસમ ખૂબ તેજીથી વધી રહ્યા છે અને આ મૌસમમાં ઘણી શરદી -જુકામ નએ ઉંઘરસ થઈ જાય છે. જો તમારા ...

news

શિયાળમાં રહેવું છે હલ્દી તો ખાવો જામફળ

જામફળ મીઠો અને સ્વાદિષ્ટ ફળ હોવાની સાથે-સાથે ઘણા રોગોના પણ સારવાર કરે છે. શિયાળામાં જામફળ ...

news

બીમારીઓનુ ઘર છે મેંદાની બ્રેડ, જાણો તેના નુકશાન વિશે

કેટલાક લોકો ઘરમાં તો બ્રેડ વગર નાસ્તો થતો જ નથી. આજે અમે તમને બતાવી છીએ કે બ્રેડમાં અનેક ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine