શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય લેખ
Written By નઇ દુનિયા|

પૌષ્ટિક અને તાજગીભર્યો શિયાળો

N.D

ગરમ ગરમ જલેબી, ચોખ્ખા ઘીના લાડુ, સુકા મેવા, દૂધ વગેરે પૌષ્ટિક તેમજ ગુણવત્તાવાળી વસ્તુઓંનું સેવન કરવું જોઈએ. શિયાળાની અંદર ગરમ અને ભારે ખોરાક ખાઈ શકાય છે. શિયાળાની અંદર ખાંડની જગ્યાએ ગોળ ખાવો વધારે ગુણકારી રહે છે. મધનો ઉપયોગ પણ સ્વાસ્થ્યવર્ધક રહે છે. શિયાળાની અંદર ગરમી માટે શુદ્ધ ઘીનો ઉપયોગ વધારે ફાયદાકારક રહે છે.

ઘઉં, બાજરી, મગ, તલનું સેવન પણ કરી શકો છો. દૂધ અને દૂધમાંથી બનાવેલી બનાવટો વધારે સારી રહે છે. મગ, તુવેર, અડદની દાળનો ઉપયોગ પણ કરી શકો છો. હા પણ દાળ છોતરાવાળી અને પોલીસ વિનાની હોવી જોઈએ. અથાણું પાચનકર્તા છે પરંતુ વધારે ખાવાથી નુકશાન કરે છે. બિમાર વ્યક્તિને રોગાનુસાર લીંબુનું અથાણું આપવામાં આવે છે.
N.D

સુકા મેવાનું સેવન પણ ખુબ જ ગુણકારી છે પરંતુ તેને ગરમ ન કરવા. માવાની મિઠાઈમાં કેમિલક હોવાથી તે નુકશાન પહોચાડી શકે છે પરંતુ એકલો માવો વધારે લાભદાયી છે. શિયાળાની અંદર બદામ, પિસ્તા, કાજુ, અંજીર, ખજુર, ખારેક વગેરે ખુબ જ ગુણ આપે છે.

શરદીની અંદર તાવ, ગળુ પકડાઈ જવું, નાક બંધ થઈ જવા, ઈંફ્લુએંજા વગેરેની તકલીફો વધી જાય છે. આવી હાલતમાં તજનું તેલ સાકરની સાથે ખાવાથી ઘણો ફાયદો થાય છે તેમજ તજના તેલના થોડાક ટીંપા રૂમાલ પર નાંખીને સુંઘવાની પણ ઘણી રાહત મળે છે.