શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય લેખ
Written By
Last Updated : મંગળવાર, 25 એપ્રિલ 2017 (12:04 IST)

Health Care - કોલ્ડડ્રિંકથી થતા 10 નુકશાન જાણો છો ?

સોડા ડ્રિંક મતલબ પાણીમાં ઘોળેલુ કાર્બનડાયોક્સાઈડવાળુ કાર્બોનેટેડ પીણુ. કાર્બોનેટેડ વોટરને સોડા વોટર પણ કહેવાય છે. તેનાથી ક્લબ સોડા, સેલ્ટ્રજર સ્પાક્લિપિંગ વોટ્ર કે ફિજ્જી વોટર પણ કહેવાય છે. સોડા યુક્ત પીણામાં ખાંડ, સ્વીટનર, ડાય, કેમિકલ્સ અને કૈફીન ઓગાળીને તેમને વધુ સ્વાદવાળુ અને આકર્ષક બનાવવામાં આવે છે. આ સોડા ડ્રિંકમાં ભેળવેલી એક્સ્ટ્રા શુગર,કૈફીન અને કલર અનેક રીતે તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે. એક્સ્ટ્રા શુગર એકબાજુ જાડાપણું અને ડાયાબીટિઝની સમસ્યા આપી રહ્યુ છે તો બીજી બાજુ ડ્રિંકમાં ભેળવેલુ કૈફીન હ્રદયને કમજોર કરે છે.  તેમા ઈમ્યુન સિસ્ટમ કમજોર થાય છે અને અનેક પ્રકારની દિલની બીમારીઓ પણ થવા માંડે છે. 
 
શુ શુ કરી શકે છે સોડા  ?  

હિંસક વ્યવ્હાર - પશ્કિમી દેશોમાં એવા બાળકો જે અઠવાડિયામાં 5 કે તેનાથી વધુ સોડા કૈન પી જાય છે તેઓ અન્ય બાળકો કરતા વધુ હિંસક હોય છે. 
 
ડિપ્રેશનનુ મોટુ કારણ - નિયમિત રૂપે એસ્પાર્ટેમ કે નકલી સ્વીટનર વાળો મીઠા સોડ પીવાથી વયસ્કોમાં ડિપ્રેશનનું સંકટ 36 ટકા સુધી વધી શકે છે. 
 
વૃદ્ધાવસ્થા - તેમા ફોસ્ફેટ અને ફોસ્ફોરિક એસિડથી વૃદ્ધાવસ્થા જલ્દી આવે છે. 
 
એલીમેંટ  - મોટાભાગને સોડા ડ્રિંક કેનમાં વહેચાય છે. આ કૈનમાં ઉપયોગમાં લેવાતો બીપીએ નામનુ કેમિકલ સેક્સ હાર્મોન ઓછી કરીને ફર્ટિલિટી ઘટાડવાનુ કારણ બની શકે છે. 
 
હાઈ બ્લડ પ્રેશર - તેનુ એક મુખ્ય ઘટક સોડિયમ છે. વધુ સોડિયમ ખાવાથી બ્લડ પ્રેશર વધી જાય છે. સતત બ્લડ પ્રેશર હાઈ રહેવાથી હ્રદય રોગ, સ્ટ્રોક અને કિડનીની બીમારીઓની આશંકા વધી જાય છે.  
 
મૂત્ર સંબંધી સમસ્યાઓ - સતત સોડા પીવી તમને વારંવાર પેશાબ જવાની સમસ્યા આપી શકે છે. ગરમીના દિવસોમાં તરસ મટાડવામાં લીંબુ પાણી, છાશ, નારિયળ પાણી, ફ્રુટ જ્યુસ જેવા વિકલ્પોનો પ્રયોગ કરો. 
 
દાંતોને નુકશાન  - સોડામાં રહેલા શુગર અને એસિડ કંટેટ આપણા દાંતોની ઈનેમલ લેયરને નુકશાન પહોંચાડે છે. 
 
નબળા હાડકા - જે લોકો વધુ સોડા પીવે છે, તે દૂધ ઓછી પી શકે છે. જેનાથી તેમના શરીરમાં કેલ્શિયમની માત્રા ઓછી થવા માંડે છે. જેનાથી ઑસ્ટિયોપોરોસિસનું સંકટ વધી જાય છે. 
 
કિડનીમાં પથરી - સોડા પીવાની ટેવ તમારી કિડનીમાં પથરીની આશંકાને 33 ટકા સુધી વધારી શકે છે.   
 
મોત છે પરિણામ - રસાયણયુક્ત મીઠા સોડાવાળા પીણાથી થયેલ અન્ય બીમારીઓને કારણે દર વર્ષે લાખો લોકો દુનિયાભરમાં મોતનો શિકાર થઈ જાય છે.