1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય લેખ
Written By વેબ દુનિયા|

જીંદગીની બોલ અને તમારી સિક્સર મતલબ બી પોઝીટીવ

N.D
જીંદગી જીવવા માટે હોય છે. આપણે રોજ નિર્ણય લઈએ છીએ કે હુ ખુશ રહીશા, મારા લક્ષ્ય પર ધ્યાન આપીશ. નીંદા તો જીવનના અમૂલ્ય ક્ષણને નષ્ટ કરવાની રીત છે. તેથી નીંદા તો હુ ક્યારેય નહી કરુ. ટેંશન નહી કરુ..વગેરે.. પરંતુ જ્યારે ક્યારેય મુશ્કેલીઓ આવી પડે છે ત્યારે બધા નિર્ણયો અભરાઈ પર ચઢી જાય છે અને પછી એ જ પાછી નિરાશા.. હતાશા.. નકારાત્મકતાથી આપણે ઘેરાય જઈએ છીએ. મગજ તો જાણે વિચારવાનુ જ બંધ કરી દે છે. નીંદાઓનો વરસાદ તૂટી પડે છે. અને આપણે સ્વયંને કરેલા બધા વચનો ફેલ થઈ જાય છે. આવુ થવુ શુ યોગ્ય છે.. શુ આપણે જીવન જીવવા માટે આવ્યા છે કે પછી આ રીતે તેના અણમોલ ક્ષણ નષ્ટ કરવા માટે.. 'જીના હે તો હસ કે જીઓ.. જીવનમે એક પલ ભી ખોના નહી.. હસના હી તો હે જીંદગી રો .. રો કે જીવન યે ખોના નહી' .

તો પછી બોસ કંઈક તો કરવુ જ પડશે. કોઈ એવી ટેકનીક બનાવો કે જીંદગીની ગાડી ફરીથી ટ્રેક પર આવી જાય.. કે પછી ક્યારેય ગાડી ટ્રેક છોડે જ નહી... આવો અહી અમે તમને આવી જ થોડી ટેકનીક બતાવી રહ્યા છીએ.

નેગેટિવિટી ને બાય..બાય કરો

મારી બેસ્ટ મિત્રએ મને એક ફ્રેંડશિપ બેંડ આપ્યો હતો. તેને મે મારો 'પોઝિટિવ બેંડ' બનાવી લીધો. આ બેંડને મેં હાથમાં પહેરી લીધો. જ્યારે પણ મને નકારાત્મક વિચાર આવે છે તો હુ આ બેંડને ખેંચીને છોડુ છુ. તેનાથી થતી દુ:ખાવો મને યાદ આપે છે કે નકારાત્મક વિચારવાથી કાયમ દુ:ખ જ મળે છે. તેથી સકારાત્મક વિચારવામાં જ ભલાઈ છે. તબીયત ઢીલી લાગી રહી હતી. , તાવ જેવુ લાગી રહ્યુ હતુ અને પડોશવાળા માસી આવીને બોલ્યા. .. આજકાલ તો ડેંગૂ ખૂબ ચાલી રહ્યો છે.. તેથી એકદમ હુ ગભરાય ગઈ. તે સમયે મે તરત જ મારો પોઝિટિવ બેંડ ખેંચ્યો અને ઉભા થઈને ફ્રેશ થઈને માસીને કહ્યુ કે ... અરે નહી માસી આ તો થોડો થાક છે અને ઋતુની અસર છે. સવાર સુધી તો એકદમ ઠીક થઈ જઈશ. આને સાચે જ સવારે હુ એકદમ ફ્રેશ થઈ ગઈ જીવનના નવા દિવસની શરૂઆત કરવા.. એ પણ ભરપૂર તાજગી સાથે. આ રીતે તમે પણ કોઈ એક એવી વસ્તુ જે તમારા અંદર પોઝીટીવ વિચાર લાવે એ નક્કી કરી શકો છો.

આ મારો કોર્નર છે

આપણા આખા ઘરમાં એક સ્થાન એવુ જરૂર હોય છે જેનો ઉપયોગ માત્ર તમે જ કરો છો. તેને અમારો બૂસ્ટ-અપ-કોર્નર બનાવી લો. એ સ્થાન પર થોડી ઉર્જાવર્ઘક, પ્રોત્સાહિત કરનારી, હતાશામાં આશા જગાવનારી એવા જોશીલા કોટ્સ લખીને મુકી દો. બસ જ્યારે નિરાશા આસપાસ ભટકે.. ત્યારે પહોંચી જાવ તમારા બૂસ્ટ-અપ કોર્નરમાં. ફક્ત પાંચ મિનિટમાં જ તમે થઈ જશો તૈયાર. જીંદગીની મુશ્કેલીઓનો સામનો કરવા માટે. કારણ કે. 'વો સિકંદર હી દોસ્તો કહેલાતા હૈ.. હારી બાજી કો જીતના જીન્હે આતા હૈ..'

શાબાશ.. બહાદુર.. આગળ વધો..

ખુદને ઈનામ આપો.. જે મેળવવા માંગો છો.. તેના માટે ખુદ માટે નાના નાના લક્ષ્યો નક્કી કરો. જેવા તમે થોડાક લક્ષ્યોને પૂરા કરો કે તરત જ ખુદને પ્રોત્સાહિત કરવા માટે ખુદને ટ્રીટ આપો. આ ટ્રીટ તમારી પસંદગીનુ ફેશિયલ, તમારી પસંદગીની ફિલ્મ કે તમારી ફેવરેટ આઈસ્કીમ ગમે તે હોઈ શકે છે. આપણે કેમ રાહ જોઈએ કે કોઈ બીજા તમને શાબાશી આપે.. ખુદને પ્રેમ કરો અને ખુદને મોટિવેટ કરો. તેના દ્વારા તમારી અંદર જે ઉત્સાહનો સંચાર થશે તેનાથી તમે દુનિયાને પડકાર આપી શકશો.