ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ દેવતા
Written By વેબ દુનિયા|

સર્વ કષ્ટ દૂર કરનારા સંકટમોચન

P.R
શ્રીરામના પરમ ભક્ત એવા હનુમાન સંકટમોચન કહેવાયા છે એટલે કે તેઓ ભક્તોનાં દુઃખ હરે છે. તેમની ભક્તિ અથવા શ્રીરામની ભક્તિ કરવાથી તે પ્રસન્ન થાય છે. હનુમાન એવા દેવ છે કે જેમની આરાધના કોઈપણ વિધિથી કરવામાં આવે તે ભક્તોનું કલ્યાણ જ કરે છે. તેમની પૂજા માટે કોઇ ચોક્કસ વિધિ જ કરવી એવો કોઇ બાધ શાસ્ત્રોમાં દર્શાવાયો નથી. જ્ઞાન તેમજ તંત્ર, મંત્રના પણ હનુમાન દેવતા છે અને કેટલીય સિદ્ધિઓનો તેમનામાં વાસ છે. શ્રી હનુમાનને પ્રસન્ન કરવાના ઘણા પ્રયોગો પ્રચલિત છે.

કોર્ટને લગતી બાબતોનો હલ લાવવા...
ગરલ સુધા રિપુ કરહી.
આ ચોપાઈથી એકવીસ વાર ગુગળથી હનુમાનજીની આરતી ઉતારવી.

મેલી વિદ્યાને લગતી કોઇપણ બાધા દૂર કરવા...
અડદના એકવીસ દાણા મુઠ્ઠીમાં લઈને હનુમાનજી પરથી ઉતારવા અને રોગી પર નાખવા. ભૂત-પ્રેત બાધામાં લાભ થશે.

બીમારી દૂર ભગાવવા...
નાસૈ રોગ હરે સબ પીરા.જપત નિરંતર હનુમંત બીરા.
ઉપરોક્ત ચોપાઈનો રોજ 108 વખત જાપ કરો. રોગનો નાશ થશે.

શનિ બાધા નિવારણ કરવા...
તેલનો એક દીવો રોજ હનુમાનજી સામે પ્રજ્વલિત કરવો અને તેમા 5 અડદના દાણા નાખવા

સફળતાના સ્વામી બનવા...
જેહિ કે જેહિ પર સત્ય સનેહુ.સો તેહિ મિલહી ન કછુ સન્દેહુ.
સૂર્ય, ચંદ્ર ગ્રહણ કાળમાં આ ચોપાઈનો 108 વખત જાપ કરીને તેને સિદ્ધ કરી લો, ત્યારબાદ રોજ એક વખત જાપ કરો