1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. હોળી-ધૂળેટી
Written By વેબ દુનિયા|

હોળી કેવી રીતે ઉજવશો ?

W.D
મુખ્ય રીતે પાંચ દિવસ સુધી ચાલનારો આ તહેવારનુ સૂત્ર વાક્ય છે - પ્રેમ, ઉલ્લાસ, એકતા અને ભાઈચારો.

- હોલિકા દહન પછી બીજા દિવસે અર્થાત ધુલેંડીના રોજ ભગવાનનુ પૂજન કરીને માતા-પિતા પાસેથી પણ આશીર્વાદ મેળવવા જોઈએ.

- રંગ, અબીલ, ગુલાલ લઈને બધા મિત્રોએ એક જગ્યાએ મળવુ જોઈએ.

- ઢોલક અથવા મૃદંગની વ્યવસ્થા કરવી જોઈએ

- પછી ટોળી બનાવીને વાજતે ગાજતે નીકળવુ જોઈએ.

- આ દરમિયાન મિત્રો, પડોશીઓ, સંબંધીઓને રંગ-ગુલાલ લગાવીને તેમને પણ ટોળીમાં જોડવા જોઈએ.

- આ દરમિયાન જોક્સ, હાસ્ય ગીતો, પેરોડીઓ, વિચિત્ર વેશભૂષા ધારણ કરીને આનંદ ઉલ્લાસ નુ વાતાવરણ બનાવવુ જોઈએ.

- સાંજે ફરી સ્નાન કરીને ભગવાનના દર્શન કરી માતા-પિતાના આશીર્વાદ મેળવવા જોઈએ.

- દ્વિતિયા, તૃતીયા અને ચોથના રોજ એક બીજાને હોળીની શુભકામનાઓ આપવાનો અને મીઠાઈ ખાવા અને ખવડાવવાનો દિવસ હોય છે.

- પંચમી એટલે રંગ પંચમીએ ફરી ધૂલેંડી જેવી જ મસ્તી કરવાની હોય છે. કેટલીક જગ્યાએ રંગપંચમીનો દિવસ વધુ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. આ દિવસે બધા લોકો ભેગા મળીને એક 'ગેર' બનાવે અને મસ્તી કરતા સરઘસ કાઢે છે.

- આ દિવસે દોસ્તો કે બરાબરીવાળા લોકોને હાસ્યથી ભરપૂર ટાઈટલ આપીને મનમાં ગલીપચી કરી શકાય છે.

- આ દિવસોમાં દુશ્મનની ઘરે જઈને, તેને ભેટીને બધી ફરિયાદો દૂર કરીને તેની સાથે પણ હોળી રમી શકાય છે અને તેમની માટે પણ શુભ કામનાઓ કરવામાં આવે છે.