1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. હોળી-ધૂળેટી
Written By વેબ દુનિયા|

હોળીની રંગીન વાનગીઓ

હોળીના દિવસે તમે રંગ રમવામાં એટલા મસ્ત હોય કે જમવાનુ બનાવવાનો ઝાઝો સમય જ ન મળે, આવા સમયે થોડીક મીઠાઈઓ એક દિવસ પહેલા બનાવી શકાય છે. એકાદ ચટપટુ વ્યંજન એવુ જેમાં વધુ મહેનત પણ કરવી પડે.

ડુંગળીના ભજીયા
W.D

સામગ્રી - 1 વાડકી કકરુ બેસન, 1/4 વાડકી ચોખાનો લોટ, 1 વાડકી ઝીણી સમારેલી ડુંગરી, 1 ચમચી લાલ મરચુ, હળદર અને ખાવાનો સોડા એક ચમચી. લીલા ધાણા ઝીણા સમારેલા, તેલ મીઠુ સ્વાદ મુજબ.

બેસન અને ચોખાનો લોટ મિક્સ કરો. તેમાં ઉપરોક્ત બધી સામગ્રી નાખી દો. 2 નાની ચમ્મચ તેલનુ મોણ નાખીને બધી સામગ્રી મિક્સ કરીને ખીરું તૈયાર કરો.

તેલ ગરમ કરીને તેમાં ભજીયા તળી લો. હવે ગરમા-ગરમ ડુંગળીના ભજીયા સર્વ કરો.

રંગીન બૂંદીના લાડુ
W.D

સામગ્રી - 500 ગ્રામ મીઠી બૂંદી, 5-6 નંગ કાલા જામ, પિસ્તા, ગુલાબ કતરી (લીલી,પીળી, લાલ)

વિધિ - જેટલા કાળા જામ છે, તેટલા ભાગ બૂંદીના કરી લો. બૂંદીના લાડુ બનાવો અને તેની વચ્ચે એક એક કાલા જામ મૂકો. વરખ લગાવો અને અડધો કલાક ફ્રિજમાં મૂકી દો.

થોડો કડક થયા પછી ચપ્પુથી તેના બે ભાગ કરો વચ્ચે પિસ્તા અને ગુલાબ કતરીથી સજાવીને 'રંગીન બૂંદીના લાડુ' સર્વ કરો.


ચમચમ ગોળો
W.D

સામગ્રી - 500 ગ્રામ માવો, 200 ગ્રામ દળેલી ખાંડ, 8-9 કેસરના લચ્છા, અડધો કપ નારિયળનુ છીણ.

સજાવવા માટે - 1 મોટી ચમચી પિસ્તાનો ભૂકો.

વિધિ - કેસરને 1 નાની ચમચી પાણીમાં પલાળીને ઘોટી લો. માવાને સાધારણ શેકી લો.
ઠંડો થયા પછી હાથથી મસળીને તેણે ચિકણો કરો. આમા દળેલી ખાંડ નાખીને સારી રીતે ભેળવો. આ માવાનો 1/4 ભાગ જુદો કાઢી તેમા કેસર મેળવી દો. જેથી પીળો રંગ આવી જશે. આના નાના નાના ગોળા બનાવી લો. માવાના સફેદ ભાગના ગોળ ચમચમ બનાવો. તેને આંગળીથી ડાબીને તેમાં પીળી ગોળી મૂકીને ઘીરેથી બંધ કરી દો.

આ રીતે બધા ચમચમ બનાવીને તેને નારિયળના છીણથી લપેટી દો. એક પ્લેટમાં સજાવી દરેક ચમચમ પર પિસ્તાને ભભરાવો.