હોળી પર ભગવાન શિવના આ ઉપાયો દૂર કરશે અનેક સમસ્યાઓ

holi upay
Last Modified સોમવાર, 6 માર્ચ 2017 (17:23 IST)
એવુ કહેવાય છે કે હોળીની પૌરાણિક કથા ભગવાન શિવ અને પાર્વતી સાથે પણ જોડાયે છે. તેથી હોળીના દિવસે ભગવાન શિવની પૂજા પણ કરવામાં આવે છે.
એવુ કહેવાય છે કે ભગવાન શિવ આ દિવસે પોતાના ભક્તોની અનેક ઈચ્છાઓ પૂરી કરે છે.
કહે છેકે આ દિવસે જલ્દી વિવાહ માટે પણ કેટલાક ઉપાય કરવામાં આવે છે.
આ દિવ્સે શિવલિંગના દર્શન કરી પૂજા કરવામાં આવે છે.
આજે અમે તમને હોળી પર કરવામાં આવતા ભગવાન શિવ સાથે જોડાયેલા કેટલાક ઉપાયો વિશે બતાવીશુ.

હોલી પર આ ઉપાય કરવાથી અનેક સમસ્યાઓનું સમાધાન થાય છે. એવુ કહેવાય છે કે હોળીની રાત્રે મંદિરમાં જઈને શિવલિંગ પાસે દીવો પ્રગટાવવો જોઈએ. શિવલિંગ પાસે દીપક પ્રગટાવવાથી ભોલે શંકર પોતાના ભક્તોની દરેક સમસ્યાઓનું નિવારણ કરે છે.

જે યુવક અને યુવતીઓના લગ્ન ન થઈ રહ્યા હોય તેમણે હોળીના દિવસે લગ્નનો આ ઉપાય કરવો જોઈએ. આ ઉપાય કર્યા પછી જલ્દી લગ્નના યોગ બને છે. એવુ કહેવાય છે કે હોળીના દિવસે સવારે એક પાન પર સોપારી અને હળદરની ગાંઠ શિવલિંગ પર અર્પણ કરવી અને પાછળ જોયા વિના ઘરે આવી જવું. આ જ પ્રયોગ આગલા દિવસે પણ કરવો. આવું કરવાથી ઝડપથી તમારા લગ્નના યોગ બનશે.
- હોળીની રાતે ચંદ્રોદય થયા બાદ તમારા ઘરની છત પર અથવા ખુલ્લી જગ્યાએ જ્યાંથી ચંદ્ર દેખાઈ શકે ત્યાં ઉભા થઈ જવું. ત્યાંરબાદ ચંદ્રનું સ્મરણ કરતાં ચાંદીની એક પ્લેટમાં સૂકી ખજૂર અને કેટલાક તાલમકાના રાખી શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો સાથે ધૂપ અને અગરબત્તી પણ અર્પણ કરવી. ત્યારબાદ દૂધથી ચંદ્રમાને અર્ધ્ય અર્પણ કરવું. અર્ધ્ય બાદ સફેદ મીઠાઈ અને કેસર મિશ્રિત સાબુદાણાની ખીર અર્પણ કરવી. ચંદ્રમાથી આર્થિક સંકટ દૂર કરી સમૃદ્ધિ પ્રદાન કરવા માટે પ્રાર્થના કરવી. ત્યારબાદ પ્રસાદ બાળકોને વહેંચી દેવો. ત્યાર પછીની પ્રત્યેક પૂર્ણિમાની રાતે ચંદ્રને દૂધનો અર્ધ્ય અર્પણ કરવો. કેટલાક દિવસ બાદ તમે અનુભવશો કે આર્થિક સંકટ દૂર થઈને સતત સમૃદ્ધિ વધી રહી છે.
- હોળીની રાતે ઉત્તર દિશામાં બાજોટ પર સફેદ વસ્ત્ર પાથરી તેના પર મગ, ચણાની દાળ, ચોખા, ઘઉં, મસૂર, કાળા અડદ અને તલની ઢગલી કરવી. હવે તેના પર નવગ્રહ સ્થાપિત કરવા. તેની પર કેસરનો તિલક કરવો, ઘીનો દીવો પ્રગટાવવો અને નીચે લખેલા મંત્રનો જાપ કરવો. જાપ સ્ફટિકની માળાથી કરવું. જાપ પૂર્ણ થયા બાદ યંત્રને પૂજા સ્થાન પર મૂકવું. ગ્રહોનો શુભ ફળ પ્રાપ્ત થવા લાગશે.

મંત્ર- ब्रह्मा मुरारी स्त्रीपुरान्तकारी भानु शशि भूमि-सुतो बुधश्च।
गुरुश्च शुक्र शनि राहु केतव: सर्वे ग्रहा शांति करा भवंतु।।
- બિલાડીની નાળને કોઈ લાલ કપડામાં ઘઉંના આસન પર સ્થાપિત કરવું અને સિંદૂરનો તિલક કરવો. હવે મૂંગાની માળાથી નીચે લખેલા મંત્રનું જાપ કરવું. 21 માળા જાપ થયા બાદ તેની પોટલી બાંધીને દુકાનમાં જ્યાં ગ્રાહકોની નજર પડે છે એવા સ્થાન પર લટકાવી દેવું. વેપારમાં ઝડપી વૃદ્ધિ થશે.
મંત્ર- ऊँ श्रीं श्रीं श्रीं परम सिद्धि व्यापार वृद्धि नम:।


આ પણ વાંચો :