શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Updated : મંગળવાર, 25 ફેબ્રુઆરી 2020 (18:03 IST)

Holi Remedies- ઘરની આ સમસ્યાઓ માટે હોળીના દિવસે કરો આ ઉપાય

દાંપત્ય જીવનમાં મીઠાસ લાવવા માટે હોળીના દિવસે કરો આ ઉપાય
 
જ્યોતિષ વિદ્વાનો મુજબ હોળી અને દિવાળી એવા વિશેષ અવસર છે જ્યારે દરેક પ્રકારની સાધનાઓ તાંત્રિક ક્રિયાઓ અને નાના-નાના ઉપાય પણ સાર્થક થઈ જાય છે. 
જો તમને લાગે છે કે કોઈએ પોતાના પર તાંત્રિક અભિચાર કર્યો છે જેને કારણે તમારી પ્રગતિ ઠપ્પ થઈ ગઈ છે તો દેશી ઘી માં પલાળેલા બે લવિંગ એક પતાશા એક નાગરવેલનું પાન હોળિકા દહનમાં અર્પિત કરો. બીજા દિવસે ત્યાની રાખ લાવીને શરીર પર મસળો અને નહાઈ લો. તાંત્રિક અભિચાર દૂર થઈ જશે. 
 
જીવનનો દરેક પ્રકારનો અવરોધ દૂર કરવા માટે અને જગતમાં પોતાનુ નામ રોશન કરવા માટે હોલિકા દહનની રાત્રે ઘરના મુખ્ય દ્વાર પર સરસવના તેલનો ચોમુખી દીવો પ્રગટાવો. આ દિવો સવાર સુધી પ્રગટતો રહેવો જોઈએ. 
 
દાંપત્ય જીવનમાં મીઠાસ લાવવા માટે રૂ ની 108 દિવેટ દેશી ઘીમાં પલાળીને હોલિકામાં સંબંધના સુધારની પ્રાર્થના સહિત નાખો. 
 
જો તમને લાગે છે કે બાળકોને કોઈની નજર લાગી ગઈ છે તો દેશી ઘી માં પલાળેલી પાંચ લવિંગ એક બતાશુ એક પાનનુ પત્તુ હોલિકા દહનમાં અર્પિત કરો. બીજા દિવસે ત્યાની રાખ લાવીને તાવીજમાં ભરીને બાળકોને પહેરાવો. 
 
જો તમારા ઘરને ખરાબ નજર લાગી ગઈ છે તો તેને ઉતારવા માટે આ એક સોનેરી તક છે. દેશી ઘીમાં પલાળેલા બે લવિંગ એક બતાશુ સાકર એક નાગરવેલનુ પાન હોલિકા દહનમાં અર્પિત કરો. બીજા દિવએ ત્યાની રાખ લાવીને લાલ કપડામાં બાંધીને ઘરમાં મુકો.