શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Modified: મંગળવાર, 7 માર્ચ 2017 (17:23 IST)

હોળીની રાત્રે કરો આ નાનકડો ઉપાય કિસ્મત સાથે જોડાયેલ દરેક પરેશાની દૂર થઈ શકે છે

હોળીનો તહેવાર તંત્રમાં ખૂબ ખાસ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે આ દિવસે જો કેટલાક સરળ ઉપાયો કરી લેવામાં આવે તો કિસ્મત સાથે જોડાયેલ દરેક દુર્ભાગ્ય દૂર કરી શકાય છે.  આજે અમે તમેન બતાવી રહ્યા છે હોળીની રાત્રે કરવામાં આવતા આવા જ ઉપાયો વિશે. 
 
- હોળીના દિવસે એક પાણીવાળુ નારિયળ તમારા માથા પરથી સાત વાર ફેરવો 
- ત્યારબાદ નારિયળને આખા ઘરમાં લઈને ફરવાનુ છે. ત્યારબાદ નારિયળને સીધા ઘરની બહાર હોલિકા દહનવાળા સ્થાન પર જવાનુ છે. 
- હોલિકા દહનવાળા સ્થાન પર પોતાના જીવનની બધી પરેશાનીઓ બોલતા હોલિકાના સાત ચક્કર લગાવવાના છે. 
 
- પછી આ નારિયળ હોળીની અગ્નિમાં નાખી દેવાનુ છે. આ પ્રયોગ કર્યા પછી પલટીને જોવાનુ નથી. ઘરે આવીને હાથ પગ ધુવો અને ભગવાનને પ્રણામ કરો બધી પરેશાનીઓ ખત્મ થઈ જશે. 
 
આ ઉપરાંત હોળીના દિવસે હનુમાનજીના આ ઉપાયો કરવાથી પણ તમારા જીવનની દરેક સમસ્યા દૂર થશે 
 
- હોળીના દિવસે હનુમાનડીને એક વિશેષ પાન અર્પિત કરો. આ પાનમાં માત્ર કાથો, ગુલકંદ, વરિયાળી, કોપરાનું બુરુ તથા સુમન કતરી નંખાવો. પાન બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે તેમાં ચૂનો કે સોપારી ન હોય. આ પાનમાં તમાકુ પણ ન હોવું જોઈએ. હનુમાનજીનું વિધિ-વિધાનથી પૂજા કર્યા પછી આ પાન હનુમાનજીને એમ બોલીને અર્પણ કરો- હે હનુમાનજી. તમને હું આ મીઠું રસભરેલુ પાન અર્પણ કરી રહ્યો છું. તમે પણ મારું જીવન મીઠાશથી ભરી દો. હનુમાનજીની કૃપાથી થોડા જ દિવસોમાં તમારી દરેક સમસ્યા દૂર થઈ જશે.
 
-હોળીના દિવસે સવારે સ્નાન કર્યા પછી વડના ઝાડનું પાન તોડો અને તેને સાફ સ્વચ્છ પાણીથી ધોઈ લો. હવે આ પાનને થોડીવાર હનુમાનજીની મૂર્તિની સામે રાખો અને ત્યારબાદ તેની ઉપર કેસરથી શ્રીરામ લખો. હવે આ પાનને પોતાના પર્સમાં રાખી લો. વર્ષભર તમારું પર્સ રૂપિયાથી ભરેલું રહેશે. આગળની હોળી ઉપર આ પાનને કોઈ નદીમાં પ્રવાહિત કરી દો અને આ પ્રકારે એક બીજું પાન અભિમંત્રિત કરીને પોતાના પર્સમાં રાખી લો. ક્યારેય રૂપિયા નહીં ખૂટે.
 
- જો તમે શનિદોષથી પીડિત હોવ, તો હોળીના દિવસે એક કાળા કપડું લો અને તેમાં થોડી કાળી અડદની દાળ અને કોલસો નાખીને પોટલી બનાવી લો. તેમાં એક રૂપિયાનો સિક્કો પણ રાખો. ત્યારબાદ આ પોટલીને પોતાની ઉપર ઉતારીને કોઈ નદીમાં પ્રવાહિત કરી દો અને પછી કોઈ હનુમાન મંદિરમાં જઈને રામ નામનો જાપ કરો. તેનાથી શનિદોષનો પ્રભાવ ઓછો થઈ જશે.
-હોળીના દિવસે કોઈ હનુમાન મંદિરમાં જાઓ અને રામ રક્ષાસ્ત્રોતનો પાઠ કરો. ત્યારબાદ હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવો. જીવનમાં જો કોઈ સમસ્યા હોય, તો તેનું નિવારણ કરવા માટે પ્રાર્થના કરો.
 
-હોળીના દિવસે વહેલી સવારે સ્નાન કર્યા પછી કોઈ હનુમાન મંદિરમાં જઈને 21 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. સાથે જ હનુમાન ભક્તોને હનુમાન ચાલીસાના પુસ્તકનું વિતરણ પણ કરો. 21, 51 કે શ્રદ્ધા અનુસાર તેના કરતા વધુ પુસ્તકનું વિતરણ પણ કરી શકો છો. તેનાથી હનુમાનજીની કૃપા તમારી ઉપર બની રહેશે.
 
હોળીના દિવસે તેલ, બેસન અને અડદના લોટથી બનેલી હનુમાનજીની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરીને તેલ અને ઘીનો દીવો પ્રગટાવો તથા વિધિવત પૂજા કરીને પૂઆ, મીઠાઈ વગેરેનો ભોગ લગાવો. ત્યારબાદ 27 પાનને પત્તા તથા સોપારી વગેરે મુખ શુદ્ધિની વસ્તુઓ લઈને તેનો એક બીડું બનાવીને હનુમાનજીને અર્પિત કરો. ત્યારબાદ આ મંત્રનો જાપ કરો.
मंत्र- नमो भगवते आंजनेयाय महाबलाय स्वाहा।
પછી આરતી, સ્તુતિ કરીને પોતાની ઈચ્છા બતાવો અને પ્રાર્થના કરીને આ મૂર્તિને વિસર્જિત કરી દો. ત્યારબાજ કોઈ યોગ્ય બ્રાહ્મણને ભોજન કરાવીને અને દાન આપીને સસન્માન વિદાઈ કરો. આ ટોટકો કરવાથી ઝડપથી તમારી મનોકામના પૂરી થઈ જશે