બુધવાર, 5 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

પથરી માટે ઘરેલુ ઉપચાર

પથરી
P.R
જો કોઈ કારણસર પેશાબ ઘટ્ટ આવતો હોય તો શરીરમાં પથરી થવી શરૂ થઈ જાય છે. પહેલા નાના નાના દાણા બને છે. પછી દાણા વધી જાય છે જેને આપણે પથરી કહીએ છીએ.

પથરીનો દુ:ખાવો ક્યારેક સહનશક્તિ કરવાની તમામ હદ વટાવી દે છે. પથરી થવાથી પેશાબ કરવામાં ખૂબ જ તકલીફ થાય છે અને ઘણીવાર પેશાબ રોકાય જાય છે. પથરી થવાની કોઈ વય નથી હોતી. આ કોઈને પણ કોઈપણ વયે થઈ શકે છે. આવો આપણે જાણીએ પથરીના ઘરેલુ નુસ્ખા વિશે..

પથરી માટે ઘરેલુ ઉપચાર..

- નારિયેળનું પાણી પીવાથી પથરીમાં ફાયદો થાય છે. પથરી થવા પર નારિયળનુ પાણી પીવુ જોઈએ..

- 15 દાણા મોટી ઈલાયચીને એક ચમચ્બીમાં શક્કરટેટીના બીજ અને બે ચમચી મિશ્રી(આખી સાકર), એક કપ પાણીમાં મિક્સ કરી સવાર સાંજ બે વાર પીવાથી પથરી નીકળી જાય છે.

- પાકેલા જાંબુ પથરીથી છુટકારો મેળવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. પથરી થાય ત્યારે પાકા જાંબુ ખાવા જોઈએ.

- આમળા પણ પથરીમાં ખૂબ જ લાભકારી છે. આમળાંનુ ચૂરણ મૂળાની સાથે ખાવાથી મૂત્રાશયની પથરી નીકળી જાય છે.

- જીરા અને ખાંડને સમાન માત્રામાં વાટીને એક એક ચમચી ઠંડા પાણી સાથે રોજ ત્રણ વખત લેવાથી ફાયદો થાય છે અને પથરી નીકળી જાય છે.

- સાકર, વરિયાળી, સૂકા ધાણાને 50-50 ગ્રામ પ્રમાણસર લઈને દોઢ લીટર પાણીમાં રાત્રે પલાળી મુકો. બીજી સાંજે તેનું પાણી ગાળીને વાટી લો અને પાણીમાં મિક્સ કરીને એક મિશ્રણ બનાવી લો. આ પાણી પીવો. પથરી નીકળી જશે.

- ચા-કોફી કે અન્ય પીણા જેમા કેફીન હોય તેવા પીણા બિલકુલ ન પીશો. બની શકે તો કોલ્ડ્રિંક વધુ પ્રમાણમાં પીવો

- તુલસેના બીજને હિમજીરુ દાનેદાર ખાંડ અને દૂધ સાથે લેવાથી મૂત્રપિંડમાં ફસાયેલી પથરી નીકળી જાય છે.

- જીરાને સાકરની ચાસણી અથવા મધ અને દૂધની સાથે લેવાથી પથરી ઓગળીને પેશાબ સાથે નીકળી જાય છે.

- પથરી થાય તો વધુમાં વધુ પાણી પીવુ જોઈએ. શરીરમાં પાણીની કમી થવાથી કિડનીમાં પાણી ઓછુ ગળાય છે. પાણી ઓછુ થવાથી શરીરમાં રહેલા કેલ્શિયમ, યૂરિક એસિડ અને બીજા પથરી બનાવનારા તત્વો કિડનીમાં ફસાય જાય છે જે પથરીનું રૂપ લઈ લે છે.