ભોજન પ્રત્યે અરૂચિને દૂર કરો- 3

- તજ, સુંઠ અને ઈલાયચી સરખી માત્રામાં લઈને દળીને તેનું ચુર્ણ બનાવીને મુકી રાખો. આને જમવા પહેલા એક ગ્રામ ચુર્ણ જેટલુ લો. આનાથી અરૂચિની ફરિયાદ દૂર થશે.

- જામફળના કોમળ પાનમાં થોડીક ખાંડ ભેળવીને દિવસમાં એક વખત સેવન કરવાથી ભુખ વધીને અરૂચિ દૂર થાય છે.

- નાની હરડેને દળીને સંચળ સાથે ફાકી મારવાથી મારવાથી અરૂચિ દૂર થાય છે.

- એક ચપટી પીસેલી રાઈ શાકમાં નાંખીને ખાવાથી ખાવાનું ઝડપથી પચી જાય છે અને સારી એવી ભુખ લાગે છે. આ અરૂચિ નાશક ઉત્તમ ઉપાય છે.

આ પણ વાંચો :