મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: શુક્રવાર, 21 ઑક્ટોબર 2016 (16:27 IST)

સવારે પીવો એલોવેરા જ્યુસ, કરશે પેટની બધી બીમારીઓને દૂર

શરીરની અનેક બીમારીઓ આપણા પેટમાંથી પસાર થઈને નીકળે છે. તેથી પેટને યોગ્ય રાખવુ ખૂબ જરૂરી હોય છે. આ માટે દવાઓનો ઉપયોગ કર્યા વગર જ ઘરમાં જ તેની સારવાર કરવામા6 આવે તો ખૂબ સારુ. આજે અમે તમને સવારે ઉઠીને એલોવેરા જ્યુસ પીવા વિશે બતાવીશુ. આના સેવનથી પેટ સાથે જોડાયેલ અનેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. આવો જાણીએ સવારે ખાલી પેટ જ્યુસ પીવાના ફાયદા. 
 
1. પેટ સાફ - સવારે પાણી સાથે એલોવેરા જ્યુસ પીવાથી પેટ સાફ રહે છે. રોજ તેનુ સેવન કરવાથી પેટનુ સિસ્ટમ ગંદકી બહાર કાઢે છે અને પેટ સાફ થાય છે. 
 
2. ભૂખ વધે છે - ભૂખ ન લાગતા સવારે ઉઠીને ખાલી પેટ એલોવેરા જ્યુસ પીવો. આવુ કરવાથી પેટની ગંદકી બહાર નીકળે છે અને ભૂખ વધે છે. 
 
3. માથાના દુખાવાથી છુટકારો - અનેકવાર ઉંઘ પૂરી કરવા છતા પણ માથાનો દુખાવો અનુભવાય છે. આવુ શરીરમાં પાણીની કમીને કારણે થાય છે. તેનાથી બચવા માટે સવારે ખાલી પેટ એલોવેરા જ્યુસ પીવો. 
 
4. વધારે મેટાબોલિજ્મ - એલોવેરા જ્યુસ પીવાથી મેટાબૉલિજ્મને પણ મજબૂતી મળે છે. સવારે ખાલી પેટ  જ્યુસ પીવાથી શરીરનુ મેટાબોલિજ્મ 24 ટકા વધી શકે છે. તેનાથી ખાવાનુ સારી રીતે પચી જાય છે. 
 
 5. લોહી વધે છે - સવાર સવારે ખાલી પેટ એલોવેરા જ્યુસ પીવાથી તમારુ લોહી પણ વધે છે. ઉલ્લેખનીય છે કે ખાલી પેટ પીવાથી રેડ બ્લડ સેલ્સ જલ્દી-જલ્દી વધવા માંડે છે. 
 
6. વજન વધે છે - જો તમે તમારુ વજન ઘટાડવા માંગો છો તો સવારે ખાલી પેટ એલોવેરા જ્યુસ પીવુ શરૂ કરી દો. તેના કારણે વજન ઘટાડવામાં સરળતા રહે છે.