શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : ગુરુવાર, 25 ઑગસ્ટ 2016 (15:49 IST)

કોબીજના પાનથી અનેક રોગો દૂર થઈ શકે છે ...

benefits of cabbage in gujarati

કોબીજના પાન આપણને અનેક રીતે સ્વાસ્થ્ય લાભ આપે છે. આ એક જાણીતી શાકભાજી  હોવા ઉપરાંત અનેક રોગોને દૂર કરવા માટે ચુંબકનું કામ પણ કરે છે. આજે અમે તમને આવા જ કેટલાક કોબીજના ફાયદા વિશે જણાવીશુ , જેને અજમાવીને તમે હેરાન થઈ જશો. આવો જાણીએ એના ફાયદા વિશે.. 
સોજા
જો તમારા હાથ અને પગ વગેરે જેવી જગ્યા પર ઘા ને કારણે  સોજો આવી રહ્યો હોય તો કોબીજના પાન તમારા માટે ખૂબ જરૂરી છે. સોજાવાળી જગ્યાએ  કોબીજના તાજા પાન બાંધી લો અને એને કોઈ પાટાથી ઢાકી લો. 
 

વારેઘડીએ થતો માથાનો દુ:ખાવો 
 
આજકાલ માથાનો દુખાવો સામાન્ય વાત થઈ ગઈ છે. થાક અને તનાવના કારણે માથાનો દુખાવો થાય છે.  કોબીજના પાનથી તમારા માથાનો દુખાવાની સારવાર થઈ શકે છે. કોબીજના પાનને રાત્રે તમારા માથા પર મુકી  લો અને કોઈ ટોપીથી ઢાંકીને સૂઈ જાઓ. સવારે પરિણામથી તમે પણ હેરાન થઈ જશો. 
સ્તન પાનના કારણે દુખાવો 
ઘણી મહિલાઓને સ્તનપાનના કારણે ઘણો દુખાવો થાય છે. સ્તનપાનનો  દુ:ખાવો કોબીજથી ઠીક થઈ શકે છે. કોબીજના તાજા પાનને તમારા સ્તન પર ત્યા સુધી લગાવી રાખો જ્યા સુધી દુખાવો ઠીક થાય નહી. 

થાઈરાઈડ ગ્રંથિ 
થાઈરાઈડ ગ્રંથિ ગળાના નીચેના ભાગમાં સ્થિત હોય છે. આ ગ્રંથિ પાચન તંત્ર માટે હાર્મોંસ પૈદા કરવાનું કામ કરે છે. આ ગ્રંથિના કાર્યને યોગ્ય બનાવી રાખવા માટે કોબીજને રાત્રે ગરદન પર લપેટીને અને બેંડેંજથી ઢાંકી દો.