1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: શનિવાર, 13 જાન્યુઆરી 2024 (15:45 IST)

શુ તમને પણ ગેસને કારણે છાતીમાં દુ:ખાવો થાય છે ? તો આ 4 વસ્તુ ખાવાથી મળશે રાહત, જાણી લો કેવી રીતે કરવો આ ઉપાય

chest pain
-  ગેસ ઉપરાંત એસિડ રિફલક્સ થતા છાતીમાં દુખાવો
-  ગેસને કારણે થતો છાતીમાં દુખાવો સામાન્ય નથી 
chest pain
Chest Pain: પેટમાં બની રહેલ ગેસ ફક્ત પેટના જ દુખાવાનુ કારણ નથી બનતી પણ તેનો પ્રભાવ છાતી પર પણ પડી શકે છે. જેનાથી છાતીમાં બળતરા અને દુખાવો થવા માંડે છે. જોકે બધાને ગેસની સાથે છાતીમા દુખાવો થાય એ જરૂરી નથી અને આ ખૂબ સામાન્ય પણ નથી પણ  જો દુખાવો થાય તો કેટલાક એવા ઘરેલુ ઉપાય પણ છે જે ખૂબ કામ આવે છે. ગેસ ઉપરાંત એસિડ રિફલક્સ (Acid Reflux) થતા પણ છાતીમાં દુખાવો થવા માંડે છે. કારણ કે પેટમાંથી નીકળનારી એસિડિક ગેસ (Acidic Gas) શ્વસન નળી દ્વારા સીધો છાતી સુધી પહોચે છે.  મોડુ કર્યા વગર જાણીએ એ કયા નુસ્ખા છે જે ગેસને કારણે થનારા છાતીના દુખાવાથી છુટકારો અપાવી શકે છે. 
 
ગેસને કારણે છાતીમાં દુખાવાના ઘરેલુ ઉપાય -  Chest Pain In Gas Home Remedies 
 
આદુ - ગેસ, એસીડિટી, પેટમાં દુખાવા જેવી પરેશાની પર આદુ કમાલની અસર બતાવે છે. તેના એંટી-ઈફ્લેમેટરી ગુણ અનેક પરેશાનીઓ દૂર કરે છે. ગેસને કારણે છાતીમાં થઈ રહેલ દુખાવાથી છુટકારો મેળવવા માટે પણ આદુનુ સેવન કરી શકાય છે.  આ માટે તમે આદુને ઉકાળીને આ પાણીને ગરમ-ગરમ પી શકો છો કે પછી આદુને(Ginger) આમ જ ખાઈ શકો છો આ બંને રીતે લાભકારી છે. 
 
વરિયાળી - પેટને તાજગીથી ભરવાની સાથે સાથે વરિયાળી દુખાવો અને ગેસને પણ દૂર કરે છે. ગેસ દૂર થતા છાતીમાં દુખાવાથી પણ આરામ મળે છે. વરિયાળીના સેવન માટે તેને સાદુ ચાવી શકાય છે. કાઢો બનાવી શકાય છે કે પછી વરિયાળી  (Fennel Water) ને ઉકળીને અને ગાળીને પી શકાય છે. 
 
અજમો - છાતીમાં જમા થયેલ ગેસ (Gas in chest)માટે અજમાનુ સેવન કરી શકાય છે. તમારે બસ આટલુ કરવાનુ છે કે એક ચમચી અજમાને સેકીને તેને સાધારણ સંળ નાખીને મિક્સ કરીને ચાવો પછી એક ગ્લાસ પાણી સાથે ગળી જાવ. અજમાનો પાવડર કે ગરમ ચા પણ લાભકારી છે. 
 
લીંબુ પાણી - પેટ સાથે જોડાયેલ પરેશાનીમાં લીંબૂ પાણી ખૂબ કામ આવે છે. ખાસ કરીને ગેસ થતા તેનુ સેવન કરવુ સારુ રહે છે. એક ગ્લાસમાં સંચળ અને લીંબુ નિચોવીને પી લો. આ છાતી સુધી પહોચી ગેસને પણ શાંત કરશે.