શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : સોમવાર, 23 ઑક્ટોબર 2017 (11:11 IST)

ચિકનગુનિયાના ઘરેલુ ઉપચાર

ચિકનગુનિયા એક વાયરલ સંક્રમણ છે. જે કે એડિઝ એઈજિપટી મચ્છરને કારણે ફેલાય છે. તેના કરડવાથી તાવ, સાંધાનો દુખાવો અને અને શરીર પર ચક્તા પડી જાય છે. તેનુ સૌથી ખરાબ લક્ષણ છે સાંધાનો દુખાવો જે લાંબા સમય સુધી ચાલે છે.  ચિકનગુનિયામાં સાંધાનો દુખાવો એક કે બે અઠવાડિયા સુધી જ રહે છે. પણ કેટલાક કેસમાં આને ઠીક થવામાં મહિનાઓ લાગી જાય છે.  આ માટે કોઈ ખાસ ટ્રીટમેંટ નથી. પણ એક્સપર્ટનુ માનીએ તો સારી ડાયેટ લેવાથી અને આરામ કરવાથી રોગી જલ્દી ઠીક થઈ જાય છે.  જાણો, ચિકનગુનિયાના કેટલાક ઘરેલુ ઉપચાર જેનાથી રોગીને મોટાભાગે આરામ મળી શકે છે. ખાસ કરીને સાંધાના દુખાવાથી. 
 
- તમારી ડાયેટમાં પુષ્કળ પ્રમાણમાં ફળ અને શાકભાજીઓનો સમાવેશ કરો. 
- આદુની ચા ને ગ્રીન ટી પીવો જેનાથી સોજામાં આરામ મળે. 
- પાણીની કમીને દૂર કરવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી અને તરલ પદાર્થનુ સેવન કરો. 
- કોશિશ કરો કે તમે ભરપૂર ઉંઘ લો અને તમારી બોડીને રિલેક્સ કરો. તેનાથી તમારા સાંધાનો દુખાવો જલ્દી સારો થઈ જશે. 
- ઘરે જ રહીને હળવી એક્સરસાઈઝ કરો. જેમાં સ્ટ્રેચિંગને સામેલ કરો. તેનાથી સાંધાનો દુખાવો દૂર થશે. સાથે જ સાંધા પર હળવા હાથે નારિયળના તેલની મસાજ કરો. તેનાથી દુખાવો અને સોજો બંને દૂર થશે. 
- બરફને ટોવેલમાં લપેટીને સાંધાનો થોડીવાર સેક કરો. 
- રૈશ પડતા જૈતૂન તેલ અને વિટામિન ઈ ટેબલેટ મિક્સ કરીને પ્રભાવિત સ્થાન પર લગાવો. રોગીને દિવસમાં 3-4 વાર પપૈયાના પાનનો રસ પીવડાવો.