શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: બુધવાર, 6 મે 2015 (17:58 IST)

ત્વચાથી લઈને પેટ સુધીનો ડૉક્ટર છે દહીં .. જાણો દહીંના ફાયદા

પાચન બનાવે સરળ - દહીના પોષક તત્વ શરીરની પાચન ક્રિયાને સરળ બનાવે છે અને તીખુ ખાવાથી થનારી બળતરાને પણ શાંત કરે છે. 
 
દિલને સ્વસ્થ રાખે - બ્લડ પ્રેશરને વધતા રોકે છે અને કોલેસ્ટ્રોલનુ સ્તર વધારે છે. 
 
દૂધની જગ્યાએ તેનો ઉપયોગ કરી શકો છો - જે લોકો માટે દૂધ પીવુ મુશ્કેલ હોય છે તેઓ દહીનું સેવન સરળતાથી કરી શકે  છે. 
 
ઈમ્યુનિટી વધારે -  દહીના અનેક ફાયદાકારી બેક્ટેરિયા ઈમ્યુનિટી વધારીને શરીરમાં રહેલા અનેક જીવાણુંઓનો સામનો કરે છે. 
 
દાંત અને હાડકાને કરે મજબૂત -  દહીમાં કેલ્શિયમ અને ફોસ્ફરસની માત્રા વધુ હોવાથી દાંત અને હાંડકાને પણ મજબૂતી મળે છે. ભવિષ્યમાં સાંધાના રોગથી બચવા માટે આજથી જ તેનુ સેવન શરૂ કરો. 
 
ચમકતી ત્વચા માટે છે અસરકારક - દહીમાં રહેલા જિંક, વિટામિન ઈ અને ફોસ્ફરસ તેને ત્વચાને ચમકાવવા માટે એક ઘરેલુ ઉપાય બનવામાં મદદ કરે છે. દહીને બેસન અને લીંબૂના રસ સાથે મિક્સ કરી ચેહરા પર લગાવવાથી ખૂબ ફાયદો મળે છે. 
 
ખોડો હટાવે, વાળ સ્વસ્થ બનાવે - દહીંને વલોવી વાળમાં લગાવો તેમા રહેલ લૈક્ટિક એસિડ ખોડાનો નાશ કરી દેશે. 
 
બીમારીને દૂર ભગાડે - બવાસીર અને ઝાડાથી પીડિત વ્યક્તિ માટે આદુ અને ભાત સાથે દહી ખાવુ લાભકારી હોય છે.