શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: શુક્રવાર, 26 ઑગસ્ટ 2016 (18:05 IST)

આ જ્યુસને પીવાથી અનેક બીમારીઓ થશે દૂર

બીટ આપના શરીર માટે ખૂબ જ લાભકારી હોય છે. બીટનો સલાદમાં પ્રયોગ સૌથી વધુ થાય છે. આ લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે. બીજી બાજુ સંતરાનો રસ આપણા આરોગ્ય અને ત્વચા બંને માટે ખૂબ લાભકારી છે. આજે અમે તમને બીટ અને સંતરાના રસ વિશે બતાવીશુ. જે આપણને અનેક બીમારીઓથી બચાવે છે. આવો જાણીએ કેવી રીતે બને છે બીટ અને સંતરાનો રસ. 
 
વિધિ - જ્યુસ બનાવવા માટે તમે સૌ પહેલા બીટ અને સંતરાના નાના નાના ટુકડા કરી લો. ત્યારબાદ તેને મિક્સરમાં ગ્રાઈંડ કરો. ગ્રાઈંડ કર્યા પછી આ જ્યુસમાં મીઠુ નાખીને પીવો. આનુ સેવન તમે નાસ્તામાં પણ કરી શકો છો. 
 
જ્યુસ પીવાના ફાયદા 
 
જ્યુસ કેવી રીતે બને છે. એ તો તમે જાણી ગયા હવે આ જ્યુસ પીવાના શુ ફાયદા છે તે જાણી લો.. 
 
- બીટ અને સંતરાના જ્યુસમાં વિટામિન C અને એસિડ હોય છે જે રક્ત સંચરને કંટ્રોલ કરે છે. 
- કેંસરના દર્દીઓ માટે આ જ્યુસ લાભકારી છે કારણ કે તેમા કેંસરની કોશિકાઓને ખતમ કરવાના ગુણ હોય છે. 
- જો તમારુ મોઢુ આવ્યુ છે તો તમે આ જ્યુસ પીવો. જ્યુસ પીવાથી તમારા મોઢામાં થયેલ ચાંદાથી મુક્તિ મળશે. 
- આ જ્યુસ પીવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. 
- જો તમારા શરીરમાં પણ આયરનની કમી છે તો તમે આ જ્યુસનું સેવન કરો.